Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશ ભાજપ દ્વારા સંસ્થાનોની હત્યાનો દંશ સહન કરી રહ્યો છે : અભિષેક મનુ સિંધવી

કોંગ્રેસ નેતા અને રાજયસભાના સાંસદ અભિષેક મનુ સિંધવીએ કહ્યું છે કે આ દેશ ભાજપ દ્વારા સંસ્થાનોની હત્યાનો દંશ સહન કહી રહ્યો છે હવે તે ( ભાજપ સરકાર) સંસદમાં પણ બોલવા દેતી નથી આ તાનાશાહી સરકાર છે.સંસદની કાર્યવાહી સ્પીચથી અનેક શબ્દો કાઢી દેવામાં આવે છે.આ સરકાર હવે સંસદમાં પણ ડરાવવાની અને ધમકાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં લાગી છે.સિંધવીએ કહ્યું કે સરકાર ઇચ્છે છે કે સંસદ ટકાવથી ચાલે તે ચર્ચામાં વિશ્વાસ કરતી નથી રાજયસભાના સાંસદે કહ્યું કે કોંગ્રેસના નેતા જે શબ્દ કાપવામાં આવ્યા છે તેમાં કોઇ બિન સંસદીય શબ્દ બતાવી દે.માનહાનિ વાળો કોઇ શબ્દ બતાવી દે.આ શું પ્રક્રિયા હતી.તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને ખડગેએ તથ્યોના આધાર પર બોલ્યા છે.હવે સવાલ પુછવો પણ શું અપરાધ છે જે તેને પણ કાપી દેવામાં આવ્યા છે કોંગ્રેસ નેતાએ કહ્યું કે સંસદ આપણું ગણતંત્રનું મંદિર છે ડિબેટ ખત્મ થઇ જશે આપણે બધાએ તેને બચાવવી પડશે અભિષેક મનુ સિંધવીએ વધુમાં કહ્યું કે તાનાશાહીનું એક અભૂતપૂર્વ ઉદાહરણ મળ્યું છે સત્રથી રજની પાટિલને બરતરફ કરવામાં આવ્યા અને આરોપ લગાવવામાં આવ્યો કે તે વીડિયો રેકોર્ડિગ કરી રહ્યાં હતાં બિના કારણ બતાવો,વિના કોઇ નોટીસ વગર તેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે.રજનીને જવાબ આપવાનો પણ સમય આપવામાં આવ્યો નથી તપાસ શરૂ થતાં પહેલા જ બરતરફ કરી દેવામાં આવ્યા.સિંધવીએ આરોપ લગાવ્યો કે આ પક્ષપાત તરીકે સરકારના દબાણમાં કરવામાં આવ્યું છે આ એક તરફી નિર્ણય છે તમામ જનતાંત્રિક નિયમની વિરૂધ્ધ છે. એ યાદ રહે કે કોંગ્રેસ સભ્ય રજની પાટિલને રાજયસભાની કાર્યવાહીની વીડિયો રેકોર્ડિગ કરી તેને સોશલ મીડિયા પર પોસ્ટ કરવા માટે વર્તમાન બજેટ સત્રની બાકીની બેઠકોથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.રાજયસભાના સભાપતિ જગદીપ ધનખંડે ઉચ્ચ ગૃહમાં તેની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે પાટિલે ગૃહની કાર્યવાહીની વીડિયો રેકોર્ડિગ કરી તેને ટિ્‌વટર પર પોસ્ટ કર્યું. તેમણે કહ્યું હતું કે આ ખુબ ગંભીર મામલો છે.આ મુદ્દા પર વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન,ગૃહના નેતા પીયુષ ગોયલ સહિત વિવિધ પક્ષોના અનેક સભ્યોનો પક્ષ સાંભળ્યા બાદ તેમણે તેમની જાહેરાત કરી હતી.

Related posts

कांग्रेस ने कश्मीर को बताया हैं भारत अधिकृत कश्मीर

aapnugujarat

मुंबई भारी बारिशः शिवाजी एयरपोर्ट का मेन रनवे बंद

aapnugujarat

૨૧મી સદી ભારત અને ચીનની રહેશે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1