Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે આપ્યું રાજીનામું

બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે રાજીનામું આપી દીધું છે. તે આગામી પ્રધાનમંત્રીની પસંદગી થવા સુધી પદ પર બન્યા રહેશે. નોંધનીય છે કે લિઝ ટ્રસે થોડા સમય પહેલા બ્રિટનની ખુરશી સંભાળી હતી. તેમની સરકારમાં અર્થવ્યવસ્થાના કુપ્રબંધનને કારણે પાર્ટીમાં બળવો શરૂ થઈ ગયો હતો. છેલ્લા એક સપ્તાહમાં ટ્રસના બે મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા હતા. લિઝ ટ્રસ ૪૫ દિવસ બ્રિટનના પીએમ પદે રહ્યાં છે.
વેસ્ટમિંસ્ટરમાં ચાલી રહેલી રાજકીય ઉથલ-પાછલ વચ્ચે તે જોવા મળ્યું કે કંઝર્વેવિટ પાર્ટીના સભ્ય, લિઝ ટ્રસને નેતા ચૂંટવાના સપ્ટેમ્બરના પોતાના નિર્ણયને લઈને અફસોસ કરી રહ્યાં છે.
ગયા મહિને, સરકારે એક આર્થિક યોજના રજૂ કરી હતી, જે નિષ્ફળ થવાથી આર્થિક ઉથલપાથલ અને રાજકીય સંકટ સર્જાયું છે. આ પછી, નાણામંત્રી બદલવા સિવાય, ટ્રસને તેમની ઘણી નીતિઓ બદલવી પડી હતી. તે જ સમયે, તેમના કાર્યકાળ દરમિયાન સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીમાં અનુશાસનહીનતા પણ જોવા મળી હતી. લિઝ ટ્રસના રાજીનામા બાદ વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીના કેયર સ્ટારમરે બ્રિટનમાં તત્કાલ ચૂંટણી કરાવવાની માંગ કરી છે.
લિઝ ટ્રસ અને બ્રિટન સાથે જોડાયેલા કેટલાક તથ્યો
– ૪૬ વર્ષના લિઝ ટ્રસનું પૂરુ નામ એલિઝાબેથ મૈરી ટ્રસ છે.
– વર્ષ ૧૯૮૩માં તેમણે એક અભિનયમાં તેમની રાજનેતા બનવાની ઇચ્છા નજર આવી હતી, તેમણે પોતાની સ્કૂલના એક નાટકમાં પીએમ મારગ્રેટ થૈચરનો રોલ પ્લે કર્યો હતો.
– મારગ્રેટ થ્રેચર અને ટેરેસા મે બાદ ત્રીજા મહિલા પીએમ.
– દેશના બીજા વિદેશ મંત્રી બન્યા હતા, તેના ૧૫ વર્ષ પહેલા લેબર પાર્ટીના મારગ્રેટ બૈકેટ વિદેશ મંત્રી બન્યા હતા.

Related posts

Power sharing deal signed by Yemen’s internationally recognised govt and southern separatists

aapnugujarat

ચીનની ખેરાતથી પાક. સિંધુ નદી પર બનાવશે અસંખ્ય બંધ

aapnugujarat

ઓસ્ટ્રેલિયામાં કોરોનાની માર

editor

Leave a Comment

UA-96247877-1