Aapnu Gujarat
મનોરંજન

તુષાર કરીના કપૂર માટે ૧૨-૧૪ કલાક રાહ જોતો હતો

પાછલા ઘણાં સમયથી બોલિવૂડમાં ઈનસાઈડર-આઉટસાઈડરનો વિવાદ ચાલી રહ્યો છે. નેપોટિઝમની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. એવુ કહેવામાં આવે છે કે, સ્ટાર કિડ્‌સને બોલિવૂડમાં સરળતાથી ફિલ્મો મળી જાય છે. તેમણે સંઘર્ષ નથી કરવો પડતો, તેમના માટે પ્રક્રિયા ઘણી સરળ બની જતી હોય છે. પરંતુ તુષાર કપૂર આમ નથી માનતો. તુષાર કપૂર અભિનેતા જીતેન્દ્રનો દીકરો છે, જે પોતાના સમયના પોપ્યુલર સ્ટાર હતા. તુષારની બહેન એકતા કપૂર પણ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રોડ્યુસર છે. તુષારનું માનવુ છે કે, તેનો પરિવાર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હોવા છતા તેને અન્ય સ્ટાર કિડ જેવું મહત્વ નથી મળ્યુ અને તે હંમેશા પોતાને આઉટસાઈડર માને છે. તુષાર કપૂરે કસૌલીમાં ચાલી રહેલા ખુશવંત સિંહ લિટરેચર ફેસ્ટિવલમાં દિવ્યા દત્તા સાથેની વાતચીતમાં બોલિવૂડના આ ઈનસાઈડર-આઉટસાઈડર વિવાદ પર વાત કરી હતી. તુષાર કપૂરે જણાવ્યું કે, પ્રત્યેક સ્ટાર કિડ માટે રેડ કાર્પેટ પાથરવામાં નથી આવતુ. જ્યારે હું ડેબ્યુ ફિલ્મ મુજે કુછ કહેના હૈ માટે શૂટિંગ કરી રહ્યો હતો મારે એક કો-સ્ટાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. તુષારે આગળ જણાવ્યું કે, અન્ય એક સ્ટાર કિડ કરીના કપૂર માટે પણ મારે ૧૨-૧૪ કલાક સુધી રાહ જોવી પડતી હતી. તે એક સમયે ચાર ફિલ્મોમાં કામ કરી રહી હતી. તેની પ્રથમ ફિલ્મ રીલિઝ થવાની હતી, પરંતુ કરિનાની ડિમાન્ડ તે સમયે એટલી હતી કે તેણે એકસાથે આટલી બધી ફિલ્મો સાઈન કરી હતી. આ પહેલા પણ તુષાર આ વિષય પર વાત કરી ચૂક્યો છે. તેણે કહ્યુ હતું કે, મેં પિતા જિતેન્દ્રની ભૂલો પરથી સબક લીધો છે. સ્ટાર કિડ હોવાને કારણે પ્રથમ ફિલ્મ સરળતાથી મળે છે. પરંતુ સ્ટાર કિડ્‌સને અન્ય એક્ટર્સની સરખામણીમાં અલગ અલગ પ્રમાણો પર આંકવામાં આવે છે. અમે કંઈ પણ કરીએ, નિશાન પર અમે હોઈએ છીએ. તુષાર કપૂર ઘણાં વર્ષોથી અભિનયથી દૂર છે. ૨૦૧૮માં તે સિમ્બામાં જોવા મળ્યો હતો. ૨૦૨૦માં તેણે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી પ્રોડ્યુસ કરી હતી. તે એક સિંગલ ફાધર છે. ૨૦૧૬માં સરોગસીના માધ્યમથી દીકરા લક્ષ્યનો પિતા બન્યો હતો.

Related posts

જ્હાન્વી-ખુશીને વેકેશન પર લઈ જવા અર્જુન કપૂર તૈયાર

aapnugujarat

પહેલીવાર વીલન બનીશ એ વિચારે ઉત્તેજિત છું : નીમરત

aapnugujarat

સુશાંતની સાથે ‘ચંદા મામા દુર કે’માં શ્રદ્ધા નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1