Aapnu Gujarat
રાષ્ટ્રીય

વંદે ભારત એક્સપ્રેસ અને બુલેટ ટ્રેન ગુજરાતને કેમ અપાઈ ? : પ્રશાંત કિશોર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરેપોતાની ’જનસુરાજ પદયાત્રા’ ના ૭મા દિવસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. પ્રશાંત કિશોરે ગુજરાતન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી શરૂ કરાયેલી વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું. જનસુરાજ યાત્રા લોકોને સંબોધિત કરતા પીકેએ કહ્યું કે, કેન્દ્ર સરકારને બિહાર પ્રત્યે લાગણી નથી. કેન્દ્રની લાગણી ગુજરાત પર છે. એ જ કારણ છે કે, વંદે ભારત એક્સપ્રેસ ગુજરાતથી ચલાવાઈ, નહીં કે બિહારથી.
પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારે નરેન્દ્ર મોદીને ૩૯ સાંસદ આપ્યા, જ્યારે ગુજરાતે ૨૬ સાંસદ. પરંતુ, ગુજરાતવાળા બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે અને જેણે ૩૯ સાંસદ આપ્યા તેમને પેસેન્જર ટ્રેન અપાઈ છે. પદયાત્રા દરમિયાન સભાને સંબોધિત કરતા પીકેએ કહ્યું કે, ૬ કરોડની વસ્તીવાળા ગુજરાતને બુલેટ ટ્રેન અને ૧૩ કરોડની વસ્તીવાળા બિહારને પેસેન્જર ટ્રેન.
પ્રશાંત કિશોરે કહ્યું કે, તમારામાંથી ઘણા પરિવારના યુવકો ગુજરાત, તમિળનાડુ, કાશ્મીર અને અન્ય ઘણા રાજ્યોમાં કામ કરી રહ્યા છે. નાની ઉંમરના છોકરાઓને ૧૦ હજાર, ૧૫ હજાર રૂપિયા માટે પોતાનું ઘર, પોતાનું ગામ છોડી દૂર બીજા કોઈ રાજ્યમાં જઈને કામ કરવું પડી રહ્યું છે. જો, તે ત્યાં બીમાર થઈ જાય તો તમે તડપતા રહેશો, પણ કંઈ કરી નહીં શકો.
ભારતની સૌથી આધુનિક અને નવી ખૂબીઓથી સજ્જ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ૩૦ સપ્ટેમ્બરે લીલી ઝંડી બતાવાઈ હતી. આ ટ્રેનની ઝડપ ૧૮૦ કિમી પ્રતિકલાક સુધીની છે, પરંતુ તેને હાલમાં ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે જ દોડાવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ સપ્ટેમ્બરે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવી હતી અને એ સાથે જ તેમણે ગાંધીનગરથી અમદાવાદ સુધી તેમાં બેસીને મુસાફરી કરી હતી. દેશમાં આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ, સુરત અને વડોદરાથી મુંબઈ જાય છે.

Related posts

पेट्रोल-डीजल गाड़ियों पर नहीं लगेगा बैन : गडकरी

aapnugujarat

नोटबंदी के विरोध में ८ तारीख को काला दिवस मनाने का निर्णय

aapnugujarat

राहुल का PM मोदी पर तंज, बोले – बजट में सैनिकों के साथ हुआ विश्वासघात

editor

Leave a Comment

UA-96247877-1