Aapnu Gujarat
રાષ્ટ્રીય

અનંતનાગમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના તેંગપો ગામમાં ચાલી રહેલ અથડામણમાં સોમવારે સુરક્ષાબળોએ ૨ આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યુ કે, અનંતનાગ અથડામણમાં ૨ આતંકવાદી માર્યા ગયા છે. આ દરમિયાન વધુ બે આતંકવાદીઓના વિસ્તારમાં છૂપાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનંતનાગમાં રવિવારની મોડી રાતે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી. થોડાક કલાકો બાદ સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો. હતો જયારે સોમવારની સવાર પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે એક આતંકી માર્યાના સમાચાર આપ્યા હતા. ત્યારબાદ થોડી વાર પછી પોલીસે બીજા આતંકીને માર્યાની સૂચના આપી. પોલીસન જણાવ્યા મુજબ વિસ્તારમાં આતંકીઓની હાજરીની સંભાવનના કારણે સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન ચલાવ્યુ છે. માર્યા ગયેલા આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંબંધિત જણાવવામાં આવી રહ્યા છે. હાલમાં પોલીસે બંનેની ઓળખ જાહેર કરી નથી. સૂત્રોનુ કહેવુ છે કે માર્યાર્ ગયેલા બંને આતંકી સ્થાનિક છે. પોલીસે જણાવ્યુ કે ગયા સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ દરમિયાન જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર દ્વારા શરુ કરવામાં આવેલ એક સંયુક્ત અભિયાનમાં બે અલગ-અલગ અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. શોપિયાં જિલ્લાના દ્રચ વિસ્તારમાં ગયા મંગળવારે રાતે એક અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. ત્યારબાદ શોપિયાંના મૂલૂ વિસ્તારમાં વધુ એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો હતો. તમને જણાવી દઈએ કે સેનાના જણાવ્યા મુજબ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી ગોળીબાર ચાલુ છે. અથડામણ શરુ થયા બાદ જ ૧ આતંવાદી માર્યો ગયો હતો. વળી, આપણો ૧ સૈનિક ઘાયલ છે. આતંકી પાસેથી એકે-૪૭ રાઈફલ અને અન્ય હથિયારો જપ્ત કરાયા છે.

Related posts

पत्नी ने प्रेमी संग मिलकर पति को उतारा मौत के घाट, पेड़ से लटकाया शव

aapnugujarat

पाक सीमा पर भारतीय सेना का वर्चस्वः अरुण जेटली

aapnugujarat

રામ ભગવાન નથી, ગાયને માતા કહેનારાના મગજમાં ગોબર ભરાયેલું છે : કાત્જુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1