Aapnu Gujarat
રમતગમત

જય શાહ બીસીસીઆઇ અધ્યક્ષ બની શકે છે !

સૌરવ ગાંગુલીની બીસીસીઆઈમાંથી બાદ બાકી બાદ હવે કોને સોંપાશે ભારતીય ક્રિકેટની કમાન? આ એક મોટો સવાલ એટલાં માટે છે કારણકે, ઈન્ડિયન ક્રિકેટનું બોર્ડ એ દુનિયામાં સૌથી ધનાઢ્ય બોર્ડ ગણાય છે. તેને વહીવટ કોને સોંપવો એ ખુબ મહત્ત્વનું છે. એવા સમયે હાલના બીસીસીઆઈના સેક્રેટરી જય શાહનું નામ મોખરે માનવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના દિગ્ગજોની ગુરુવારે દિલ્હીમાં બે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બીબીસીઆઈના નવા અધ્યક્ષ અને બોર્ડની ચૂંટણી માટે રવિવારે પણ એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં લગભગ નક્કી થઈ ગયું છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને વર્તમાન સચિવ જય શાહ, પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની જગ્યા લઈને બીસીસીઆઇ અધ્યક્ષ બની શકે છે. બીસીસીઆઇના વર્તમાન ઉપાધ્યક્ષ અને કોંગ્રેસના રાજ્યસભા સભ્ય રાજીવ શુક્લા સચિવ બનવાની રેસમાં સૌથી આગળ છે. ગુરુવારે બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, પૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન, આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ, પૂર્વ સચિવ નિરંજન શાહ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બેઠકમાં હાજરી આપી હતી. આ પૈકી મોટાભાગના દિગ્ગજો રવિવારે યોજાયેલી બેઠકમાં પણ સામેલ થયા હતા. છેલ્લી મિટિંગમાં એક મોટા મંત્રીએ બધાના મંતવ્યો જાણ્યા હતા. રવિવારે દરેકને જણાવવામાં આવ્યું હતું કે કોણ કયા પદ માટે નોમિનેટ કરશે. જો કે, જ્યાં સુધી કોઈને પદ ન મળે ત્યાં સુધી બીસીસીઆઇની ચૂંટણીમાં કોઈપણ ફેરફાર શક્ય છે. આવું છેલ્લી ઘણી ચૂંટણીઓમાં જોવા મળ્યું છે. સૂત્રોની વાત માનીએ તો આ વખતે સૌરવ ગાંગુલીને બીસીસીઆઇમાં કોઈ પદ નહીં મળે કારણ કે બીજેપી નેતૃત્વ તેમનાથી નારાજ છે. કર્ણાટકથી આવી રહેલા ૧૯૮૩ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય રોજર બિન્ની ઉપરાંત દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી, ઓડિશા ક્રિકેટ એસોસિએશનના સંજય બેહેરા, હરિયાણા ક્રિકેટના અનિરુદ્ધ ચૌધરી અને આસામ ક્રિકેટ એસોસિએશનના કોઈપણ વ્યક્તિને પદ આપવામાં આવી શકાય છે. વર્તમાન જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જ અને આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ પણ આગામી ચૂંટણી નહીં લડે. એવા પણ સમાચાર છે કે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અને વર્તમાન ખજાનચી અરુણ સિંહ ધૂમલ પણ ચૂંટણી ન લડવાનો નિર્ણય લઈ શકે છે. બીસીસીઆઇની ચૂંટણી ૧૮ ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે. ૧૧ અને ૧૨ ઓક્ટોબરે નોમિનેશન લેવામાં આવશે. ૧૩ ઓક્ટોબરે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવાર ૧૪ સુધી પોતાનું નામ પાછું ખેંચી શકશે. આ પછી, યોગ્ય નામાંકન કરનારાઓની યાદી ૧૫ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. પરિણામ ૧૮ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. બધું સર્વસંમતિથી જ થશે. આનો અર્થ એ છે કે જે પણ નામાંકન કરશે તેની જીત નિશ્ચિત હશે.

Related posts

Leaving Dhoni behind Rishabh Pant made new record in test cricket

aapnugujarat

આઇસીસી ટેસ્ટ રેંકિંગ : કોહલી શીર્ષ સ્થાને

aapnugujarat

सूर्यकुमार यादव की अनदेखी करने पर भड़के हरभजन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1