Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિપક્ષની રેલીમાં શરદ પવાર બોલ્યા “સાથે મળીને સરકાર બદલીશું”

હરિયાણાના ફતેહાબાદમાં રવિવારે વિપક્ષી દળોએ સંયુક્ત રેલીનું આયોજન કર્યું. આ દરમિયાન રેલીમાં આવેલા લોકોને સંબોધિત કરતા એનસીપી ચીફ સરદ પવારે કિસાનોના મુદ્દાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. પવારે કહ્યું કે સરકારે પ્રથમ વચન એમએસપીનું આપ્યું હતું જે હજુ સુધી પૂરુ થયું નથી. જે લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું તેના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. શરદ પવારે આગળ કહ્યુ કે એક સમય એવો હતો જ્યારે દેશમાં અનાજ નહોતું. ત્યારે કિસાનોએ આ સ્થિતિ બદલી અને પોતાના લોહી-પરસેવો એક કરી ભરપૂર માત્રામાં અનાજ ઉત્પન્ન કર્યું. તેમણે કહ્યું કે, આજે દેશમાં સ્થિતિ બદલી છે અને અનાજ ઉત્પાદનમાં આપણો દેશ એક નંબર પર છે અને તેની પાછળ માત્ર કિસાનોની મહેનત છે. શરદ પવારે કહ્યુ કે આજે કિસાનો આત્મહત્યા કરી રહ્યાં છે. એક કિસાને આત્મહત્યા કરી છે. તેણે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો કે મેં બેન્કમાંથી લોન લીધી હતી, હવે હું તે લોન ભરી શક્યો નથી અને સરકારે મારૂ દેવુ માફ કર્યું નથી. તેથી મારે આત્મહત્યા કરવી પડી રહી છે. શરદ પવારે કહ્યુ કે હું વચન આપુ છું કે હવે કોઈ કિસાને દેવાને કારણે આત્મહત્યા કરવાની જરૂર પડશે નહીં કારણ કે અમે મળીને સરકાર બદલીશું. તેમણે કહ્યું કે હરિયાણામાં આજનો દિવસ દેવીલાલ જીના સન્માનનો દિવસ છે અને અહીંથી અમે એક થઈને જવાના છીએ. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકારને સત્તામાંથી બહાર કરીશું અને કિસાનોની સમસ્યા હલ કરવા માટે કામ કરીશું. તેમણે કહ્યું કે આજે આપણી સામે મોંઘવારીનું સંકટ છે, બેરોજગારીનું સંકટ છે પરંતુ તે તરફ કોઈ ધ્યાન આપી રહ્યું નથી. રવિવારે હરિયાણામાં વિપક્ષના નેતા પૂર્વ નાયબ પ્રધાનમંત્રી ચૌધરી દેવીલાલની ૧૦૯મી જયંતિ પર ભેગા થયા છે. ઓમ પ્રકાશ ચૌટાલાએ આ નેતાઓને ભેગા થવા આમંત્રણ આપ્યું હતું. આ રેલીમાં શરદ પવાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, આરજેડી નેતા તેજસ્વી યાદવ, શિરોમણિ અકાલીના સુખબીર સિંહ બાદલ અને સીપીઆઈએમના સીતારામ યેચુરી પણ સામેલ થયા હતા.

Related posts

खुफिया अलर्ट, पाक से महिला फिदायीन हमले की आशंका

aapnugujarat

સરકારે નિકાસ બંધ કરાતા ઘઉંમાં ૬૦ અને રાયડામાં ૫૩નો ઘટાડો નોંધાયો

aapnugujarat

ખાનગી કંપનીઓ પાકી નોકરી આપશે તો PF સરકાર ભરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1