Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં અલ્પેશ કથિરિયા પર રીક્ષા ચાલકે હુમલો કર્યો

સુરતના કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં આજે સવારે બાઈક ઉપર હોસ્પિટલ જવા નીકળેલા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર રીક્ષા ચાલકે સામાન્ય બાબતે લાકડી વડે હુમલો કરતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી રીક્ષા ચાલકની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા આજે સવારે ૮.૪૫ વાગ્યાના અરસામાં પોતાની બાઈક ઉપર સ્મીમેર હોસ્પિટલ જવા નીકળ્યા હતા ત્યારે ચીકુવાડી સ્વામિનારાયણ મંદિર પાસે આગળ જતો રિક્ષાચાલક રીક્ષા વાકી ચૂકી ચલાવતો હોય તે બાબતે તેને ઠપકો આપતા રીક્ષાચાલકે ઝઘડો કર્યો હતો અને રીક્ષામાંથી લાકડી કઢી હુમલો કરતા અલ્પેશ કથીરિયા ને ખબર ના ભાગે ઈજા થઈ હતી. બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી બાદમાં પોલીસે અલ્પેશ કથીરિયા ની ફરિયાદના આધારે ગુનો નોંધી રીક્ષા ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

મોડાસામાં દલિત યુવતી પર થયેલા દુષ્કર્મના વિરોધમાં લીમડીમાં કેન્ડલ માર્ચ યોજાઈ

aapnugujarat

વડોદરા માહિતીખાતાના કર્મનિષ્ઠ સેવક જી.આર.ગઢવીને અપાયું ભાવસભર નિવૃત્તિ સન્માન

aapnugujarat

જમાલપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા મજદૂરનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1