Aapnu Gujarat
રમતગમત

રોબિન ઉથપ્પાએ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમનો હીરો રહેલા રોબિન ઉથપ્પાએ બુધવારે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ઉથપ્પાએ જણાવ્યું કે, હું મારા દેશ અને રાજ્ય કર્ણાટક માટે ક્રિકેટ રમ્યો તે મારું સૌભાગ્ય છે. દરેક સારી બાબતનો અંત થવો જોઈએ અને કૃતજ્ઞાપૂર્વક મે ભારતીય ક્રિકેટના તમામ ફોરમેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. પ્રોફેશનલ ક્રિકેટ રમતા મને ૨૦ વર્ષ થયા છે અને મને દેશ તથા રાજ્ય તરફથી ક્રિકેટ રમવાનું સમ્માન મળ્યું. આ ઉતાર-ચઢાવ સાથેની એક સારી યાત્રા રહી છે. આ રમતે મને એક વ્યક્તિ તરીકે વિકસિત થવામાં મદદ કરી છે. આ સાથે જ હવે રોબિન ઉથપ્પા વિદેશમાં રમાતી અન્ય લીગમાં સામેલ થવા યોગ્ય બન્યો છે. ઉથપ્પાએ ૨૦૦૬માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું અને ૪૬ વન-ડે તથા ૧૩ ટી૨૦ રમ્યો હતો. વન-ડેમાં તેણે ૯૩૪ રન તથા ટી૨૦માં ૨૪૯ રન કર્યા છે.

Related posts

કોલકાતા નાઇટ રાઇડર્સનો નવો સુકાની હશે દિનેશ કાર્તિક

aapnugujarat

૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે : સીએમ રૂપાણી

editor

कप्तान रूट पर किसी तरह का दबाव नहीं है : कोच बेलिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1