Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રશાંત કિશોર નીતિશ કુમારને મળ્યા

બિહારમાં રાજકીય કોલાહાલ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે જુબાની જંગ ચાલી રહ્યો હતો. પ્રશાંત કિશોરે નીતિશ કુમારની વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત પર પણ નિશાન સાધ્યું હતું. પરંતુ હવે તસવીર બદલી રહી છે. બિહારમાં નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર ફરી નજીક આવી રહ્યાં છે. બંને નેતાઓએ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફરી પ્રશાંત કિશોર નીતિશ કુમારનું સમર્થન કરશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રશાંત કિશોર સતત નિશાન સાધી રહ્યા હતા. પરંતુ બંનેની મુલાકાત બાદ બધુ બરાબર લાગી રહ્યું છે. બંને વચ્ચે ૪૫ મિનિટ બેઠક થઈ, જેમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સહયોગની અટકળો ચાલી રહી છે. નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડના પૂર્વ નેતા પવન વર્માએ કથિત રીતે આ બેઠકની વ્યવસ્થા કરી હતી. પવન વર્મા અને પ્રશાંત કિશોરે બે વર્ષ પહેલા નીતિશનો સાથ છોડી દીધો હતો. નીતિશ કુમારે મુલાકાત વિશે વધુ ખુલાસો કર્યો નથી. તેમણે તેને સામાન્ય વાતચીત ગણાવતા કહ્યુ કે અમે મળ્યા હતા, તેથી તેના વિશે ન પૂછો. અમે કંઈ ખાસ વાત કરી નથી. બસ સામાન્ય વાત થઈ. મળવામાં શું છે? અમે લાંબા સમયથી એકબીજાને જાણીએ છીએ. મુલાકાત વિશે વધુ સવાલ કરતા નીતિશ કુમારે કહ્યુ કે પ્રશાંત કિશોર સાથે વાત કરો. તેમણે કહ્યું કે હું પ્રશાંત કિશોરથી નારાજ નથી. આ પહેલા પ્રશાંત કિશોરે નીતિશ કુમાર મહાગઠબંધનમાં સામેલ થવા પર કહ્યુ હતું કે એક મહિના પહેલા તે પક્ષ (સત્તા) ની સાથે હતા અને હવે વિપક્ષની સાથે છે. આ કેટલું વિશ્વાસપાત્ર છે, તે લોકોએ નક્કી કરવાનું છે. પરંતુ મને નથી લાગતું કે બિહારમાં નવી વ્યવસ્થાથી રાષ્ટ્ર પર કોઈ મોટો પ્રભાવ પડશે.

Related posts

निर्दोष आदिवासियों की रिहाई को लेकर सीएम बघेल से मिलेगी 30 सदस्यीय टीम

aapnugujarat

બિહારમાં કન્હૈયાકુમાર, હાર્દિક અને જિગ્નેશ કોંગ્રેસ માટે પ્રચાર કરશે

editor

एलटीसी वाउचर स्कीम: निजी क्षेत्र के कर्मचारियों को भी मिलेगी आयकर में छूट

editor

Leave a Comment

UA-96247877-1