Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પની ૨૦૨૪માં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવા વિચારણા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવા માટે વિચારણા કરી રહ્યા છે. જોકે બીજી બાજુ તેમના પર ખૂબ જ ગંભીર આરોપો પણ છે. એફબીઆઈદ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવા દસ્તાવેજો બહાર કાઢ્યા છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે, ૨૦૨૪માં તેઓ ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. ટ્રમ્પના કહેવા પ્રમાણે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે, તેઓ ચૂંટણી લડે. ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અત્યાર સુધીમાં લોકપ્રિયતા માટે જેટલા પણ સર્વે થયા (રિપબ્લિકન પાર્ટી કે પછી વિપક્ષી) તેમાં પોતે સૌથી આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ’હું આ સર્વેમાં અને દરેક સર્વેમાં આગળ ચાલી રહ્યો છું, મને લાગે છે કે હું નજીકના ભવિષ્યમાં જલ્દી જ નિર્ણય લઈશ. અને મને લાગે છે કે મારા નિર્ણયના કારણે અનેક લોકોને આનંદ થશે.’
ટ્રમ્પને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું ભારતીય-અમેરિકી વેપારી શલભ કુમાર તેમના સાથે છે એ ૨૦૨૪માં તેઓ ચૂંટણી લડશે તેનો સંકેત છે? ઉલ્લેખનીય છે કે, શલભ ઘણાં લાંબા સમયથી ટ્રમ્પ સાથે સંકળાયેલા છે અને તેમના કેમ્પેઈનમાં પણ પૈસા લગાવતા હોય છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ’અમે લાંબા સમયથી મિત્રો છીએ. વર્ષ ૨૦૧૬ અને પછી ૨૦૨૦ની ચૂંટણીના પ્રચારમાં તેઓ મારા સાથે હતા.’
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તાલમેલ વિશે પણ ખુલીને વાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, ’મારે ભારત સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શાનદાર સંબંધો રહ્યા છે… અમે મિત્રો રહી ચુક્યા છીએ.. મને લાગે છે કે તેઓ ઉમદા વ્યક્તિ છે અને જોરદાર કામ કરી રહ્યા છે. તેમનું કામ સરળ નથી. પણ અમે એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ. તેઓ સારા છે.’
ડોનાલ્ડ ટ્રમ્પને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તેમણે પોતે ચૂંટણી લડશે તો અનેક લોકો ખુશ થશે તેવું નિવેદન આપ્યું તેનો શું અર્થ થાય. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ’મને એમ લાગે છે. જોકે કેટલાક લોકો નાખુશ પણ થશે.’
ડોનાલ્ડ ટ્રમ્પની પાસે ઉભેલા શલભ કુમારને પણ એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, ’શું હવે સ્પષ્ટ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ એક ઉમેદવાર છે?’ જવાબમાં શલભ કુમારે કહ્યું કે, ’સંપૂર્ણપણે, તેમણે ફરી ચૂંટણી લડવી જોઈએ. અમે એવું માનીએ છીએ. અને તમે જાણો છો કે, એ ખૂબ સારૂં રહેશે જો તેઓ ફરી ચૂંટણી લડે. મતલબ કે, ભારતીય સમુદાય ’ટ્રમ્પ ૪૭’ સાકાર થતું જોવા ઈચ્છશે.’ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈન વિશે જણાવી રહ્યા હતા જે ટ્રમ્પને અમેરિકાના ૪૭મા રાષ્ટ્રપતિ બનાવવા માટે છે.
શલભ કુમારને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે, શું રિપબ્લિકન પાર્ટીમાંથી અન્ય કોઈ પણ રાષ્ટ્રપતિ પદનું ઉમેદવાર હશે. ત્યારે તેના જવાબમાં તેમણે ટ્રમ્પ જ રિપબ્લિકન પાર્ટી છે એમ કહ્યું હતું.

Related posts

पाकिस्तान कि सिंधु नदी में वाहन गिरा, 14 लोगों की मौत

aapnugujarat

US withdraws special tax exemption to Pakistani diplomats

aapnugujarat

અલાસ્કાનાં દરિયા કાંઠે ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1