Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં કરણી સેનાના નગરમંત્રીની જાહેરમાં હત્યા

નર્મદાપુરમમાં ઇટારસીમાં શુક્રવારે રાતે કેટલાક શખસોએ કરણી સેનાના નગરમંત્રીની હત્યા કરી નાંખી છે. ૩ આરોપીએ મળીને સૂરજગંજ રોડ પર રોહિતસિંહ રાજપૂત અને તેના દોસ્ત સચિન પટેલ પર ચાકુથી હુમલો કર્યો હતો. હેરાનીની વાત તો એ છે કે, જે વખતે આ હત્યા થઈ રહી હતી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમાંથી એકપણ વ્યક્તિ બચાવવા માટે ગયો નહોતો. એક શખસે આ હત્યાકાંડનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ ઉપરાંત આરોપીઓની ધરપકડ કરી જુલૂસ પણ કાઢ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે રાતે સવા આઠ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રોહિત મુખ્ય બજારમાં દોસ્ત સાથે વાચતીત કરતો હતો. ત્યારે અચાનક ત્યાં ત્રણ શખસો આવ્યા અને તેની સાથે માથાકૂટ કરવા લાગ્યાં. તેમની વચ્ચે વિવાદ વધતા એકે ચાકુ કાઢી રોહિતના પેટમાં નાંખી દીધું. આરોપીએ રોહિતને ઉપરાછાપરી ચાકુના ઘા માર્યા. આ જોઈને તેના મિત્રો તેને બચાવવા પહોંચ્યા હતા. ત્યારે આરોપીઓએ તેના પર પણ હુમલો કર્યો હતો. ત્યાં ઊભેલા લોકોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારે રોહિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તો બીજી તરફ તેના મિત્રોની હાલત ગંભીર છે. એવું માનવામાં આવે છે આ કોઈ જૂની અદાવત હોઈ શકે અને એવું જ લાગી રહ્યું છે. ઇટારસી પોલીસ સ્ટેશનના આર.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, કરણી સેનાના નગર મંત્રી રોહિત સિંહ રાજપૂતની હત્યા જૂની અદાવતને કારણે થઈ છે. હત્યાનો મુખ્ય આરોપી ૨૭ વર્ષીય રાનૂ ઉર્ફે રાહુલ ફૂલસિંહ ઠાકોર ઉત્તરી બંગલિયા ઇટારસીનો રહેવાસી છે. તેની અને રોહિત વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલતો હતો. વિવાદને પગલે રાનૂ મિત્રો સાથે રોહિતને મારવા માટે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓને હત્યા કરી હતી તે દિવસે જ ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ઝઘડો અચાનક શરૂ થયો અને તેમણે રોહિત સહિત તેના મિત્રો પર ચાકુથી હુમલો કર્યો હતો. તેમાં જ રોહિતની મોત થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે શનિવારે બપોરે રોહિતની હત્યાના આરોપીઓનું જુલૂસ કાઢ્યું હતું. ટીઆઈ રામસ્નેહી ચૌહાણે આ જુલૂસનું નેતૃત્વ કર્યું હતું. મુખ્ય આરોપી રાનૂ ઉર્ફે રાહુલ રાજપૂત, અંકિત ભાટ અને અમન ઉર્ફે ઇશુ માલવીયને પહેલાં તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ રેસ્ટ હાઉસથી હોસ્પિટલ સુધી તેમનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને એક આરોપીના ઘર પર બુલડોઝર ચલાવી દબાણની જગ્યાને ખાલી કરી દીધી હતી.

Related posts

વોશિંગ્ટન કરતાં મધ્યપ્રદેશના રોડ વધુ સારા છેઃ શિવરાજસિંહ

aapnugujarat

૮૨૭ પોર્ન સાઈટ બંધ કરાતાં ચાહકોમાં આક્રોશ

aapnugujarat

વડાપ્રધાન મોદી આજે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે

editor

Leave a Comment

UA-96247877-1