Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધી ૫મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે ’કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ’બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડી રહી છે. આ ઉપરાંત હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે. તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. ’મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ લડવા કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ૫મી સપ્ટેમ્બરે અમદાવાદ આવીને રિવરફ્રન્ટ પર ચૂંટણીનું રણશીંગુ ફુંકશે અને બાવન હજાર બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજીને રાજકીય પરીસ્થિતિની સમીક્ષા કરશે.કોંગ્રેસની નબળાઈ કે નબળા દેખાવ માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ઢીલ, બુથ લેવલે નબળા મેનેજમેન્ટ જેવા કારણો માલુમ પડયા હતા તેને ધ્યાને રાખી પાર્ટીએ પ્રથમ વખત બુથ મેનેજમેન્ટ પર ભાર મુકયો હતો સૂત્રોએ કહ્યું કે અમદાવાદ રિવરફ્રંટ ખાતે રાહુલ ગાંધીના બુથ પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપનો કાર્યક્રમ રાખવામાં આવશે. પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધી ઉમેદવાર પસંદગી સંબંધી ચર્ચા કરશે અને ત્યારબાદ કોંગ્રેસની ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક થશે. આ જ દિવસે સ્ક્રીનીંગ કમીટીની પણ બેઠક યોજવામાં આવશે. ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનો ટાર્ગેટ નકકી થયો છે. પ્રથમ લીસ્ટમાં ૩૦થી ૪૦ ઉમેદવારોના નામો જાહેર થવાની શકયતા છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં તમામ વિધાનસભા બેઠકો પર પદયાત્રા યોજશે. તે ઉપરાંત દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આગામી ૧ અને ૨ સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની ૮ વિધાનસભામાં ૧ સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. ૨ સપ્ટેમ્બરે પણ ૮ વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.

Related posts

મત્સ્યોદ્યોગ કેન્દ્રીય સહકારી સંસ્થામાં ભરતીને લઇ રોષ

aapnugujarat

ગીર-ગઢડા : વિદ્યાર્થિનીની છેડતી કરનારા શિક્ષકના જામીન હાઈકોર્ટે નકાર્યા

aapnugujarat

મોદી સ્ટેડિયમમાંથી પકડાયેલા ત્રણ સટ્ટોડિયાઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા

editor

Leave a Comment

UA-96247877-1