Aapnu Gujarat
ગુજરાત

રાજકોટમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર કાર્યવાહી થશે

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ ૨૪ કલાક છસ્ઝ્રની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો હતો. ત્યારે હવે અમદાવાદ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુભાગર્વે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ઢોરનો ત્રાસ અટકાવવા મોટો નિર્ણય લેવાયો છે. જાહેર માર્ગ, ફૂટપાથ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર લગાવ્યો પ્રતિબંધ મુકાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરાશે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ.
તો આ તરફ હાઇકોર્ટની ટકોર બાદ સુરત મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે ઊભા કરાયેલા તબેલા તોડી પાડવામાં આવ્યા.
૪ દિવસમાં ૫૦ તબેલા તોડી પાડવામાં આવ્યા. રાંદેર, વરાછા અને જહાંગીરપુરા, કાપોદ્રા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી અને આગામી દિવસોમાં પણ મનપાની ઝુંબેશ યથાવત રહેશે. જીઇઁ અને પોલીસની ટીમો સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાપી નદીના કિનારે આવેલા ૨૬ તબેલા હટાવવામાં આવ્યા.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું પ્રસિદ્ધ કરતા જણાવ્યું છે કે, ’જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડો.’ તદુપરાંત રખડતી ગાયોને પકડવામાં મદદ કરવાની પણ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે છઝ્રઁને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ કાર્યવાહી કરાવવા સૂચના આપવામાં આવી છે. વધુમાં તમને જણાવી દઇએ કે, જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. પ્રસિદ્ધ કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે ૨૬ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઇ છે.
ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું. હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, ’સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે. રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ’. જે બાદ કેબિનેટ બેઠકમાં પશુપાલકોની મનમાની સામે સરકારે નાગરિકોના હિતમાં કેટલાક નિર્ણય લીધા હતા.

Related posts

રાજ્યમાં ગરમીથી હાલ કોઈ રાહત નહીં : અમદાવાદમાં 5 દિવસ યલ્લો એલર્ટ

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-જાપાનના વડાપ્રધાનનું સ્વાગત કરવા ૪૦ સ્ટેજ પરથી કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કરાશે

aapnugujarat

રાહુલ ગાંધી ગુજરાતનાં પાંચ જિલ્લામાં આજથી ચૂંટણી પ્રચાર કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1