Aapnu Gujarat
રમતગમત

કોરોના રસી નહીં લેનાર જોકોવિચ યુએસ ઓપનમાંથી બહાર

સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોચોવિચે કોરોના રસી નહીં લીધી હોવાથી વધુ એક વખત મોટી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વેક્સિન નહીં લેનાર જોકોવિચ યુએસ ઓપનમાં રમી નહીં શકે. અગાઉ ચાલુ વર્ષે કોરોના રસી નહીં લીધી હોવાથી તેને ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ રમવા મળ્યું નહતું. જ્યારે હવે વેક્સિનના મુદ્દે જ જોકોવિચ અમેરિકા મુસાફરી નહીં કરી શકે. જોકોવિચે યુએસ ઓપનના ડ્રો જાહેર થવાની ગણતરીના કલાકો અગાઉ ટ્‌વીટ કરીને જણાવ્યું કે, અફસોસ હું આ વર્ષે યુએસ ઓપન માટે ન્યૂયોર્કનો પ્રવાસ નહીં ખેડી શકું. હું સકારાત્મક રહીશ અને આગામી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની રાહ જોઈશ. સોમવારથી યુએસ ઓપનનો પ્રારંભ થશે. ૩૫ વર્ષીય જોકોવિચ તેની ટેનિસ કારકિર્દીમાં ૨૧ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યો છે અને તે મેન્સ ખેલાડીમાં રાફેલ નડાલથી એક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પાછળ છે. જોકોવિચ છ વખત યુએસ ઓપનમાં રનર અપ રહ્યો છે. ગત વર્ષે જોકોવિચના એક જ વર્ષમાં ચાર ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનું સપનું દાનિલ મેડ્‌વેદેવ ફાઈનલમાં તોડ્યું હતું. જોકોવિચ ૨૦૧૧, ૨૦૧૫ અને ૨૦૧૮માં યુએસ ઓપન ચેમ્પિયન રહ્યો છે.

Related posts

રવિ શાસ્ત્રીની વિદાય થઈ શકે

editor

Fifa Best Award : रोनाल्डों को पछाड़ मेसी फिर बने ‘फुटबॉल किंग’

aapnugujarat

રવિ શાસ્ત્રી બાદ હવે વેંકટેશ પ્રસાદે પણ કોચ પદ માટે અરજી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1