Aapnu Gujarat
રમતગમત

ઓસી. ક્રિકેટમાં પગાર વિવાદ ઉકેલાયો, ટીમ જશે બાંગ્લાદેશ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો પગાર વિવાદની અસર ક્રિકેટની રમત પર પડી રહી છે ત્યારે આ વિવાદ પૂરો થયો છે. આ વિવાદ પૂરો થયા બાદ હવે ઓસ્ટ્રેલિયાનો બાંગ્લાદેશ પ્રવાસનો રસ્તો સરળ બન્યો છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય અધિકારી જેમ્સ સદરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટર્સ એસોસિએશનના મુખ્ય કાર્યકારી અધિકારી એલિસ્ટર નિકોલશ વચ્ચે ગુરુવારે નવા કરારને લઇને સંમતિ બની હતી. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂએ સદરલેન્ડના હવાલાથી લખ્યું છે કે, કરાર પર સંમતિ ક્રિકેટની રમત માટે નિશ્વિત રીતે મહત્વની હતી. જેના ભાગરૂપે તમામ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને તરત જ કરારમાં સામેલ કરવામાં આવશે. આ સાથે નક્કી કાર્યક્રમ અનુસાર, આ કરાર બાંગ્લાદેશ પ્રવાસ માટે જરૂરી હતી.જો કે, આ વિવાદ ઉકેલાતા ઓસ્ટ્રેલિયાના ૨૩૦ ખેલાડીઓને મદદ મળશે. જેઓ ૩૦ જૂન બાદ બેરોજગાર થઇ ગયા હતા.

Related posts

इंग्लैंड और पाकिस्तान के बीच आज सेमिफाइनल

aapnugujarat

इंग्लैंड के सभी क्रिकेटर कोरोना जांच में नेगेटिव

editor

અફઘાનમાં તાલિબાનના કબજા બાદ રાશિદ ખાને કહ્યું : સુઇ પણ શકતો નથી

editor

Leave a Comment

UA-96247877-1