Aapnu Gujarat
બિઝનેસ

ગૂગલે ભારતના ૧ લાખ ગામ સુધી પહોંચાડ્યું ઇન્ટરનેટ

ભારતની ગ્રામીણ મહિલાઓને ઇન્ટરનેટથી જોડવા માટેનો ગૂગલનો ઇન્ટરનેટ સાથી પ્રોગ્રામ હવે દેશભરના ૧ લાખ ગામો સુધી પહોંચી ચૂક્યો છે. ગૂગલનો આ પ્રોગ્રામ મહિલાઓને ઑનલાઇન લાવવા માટેની પહેલનો ભાગ છે જેને ૨૦૧૫માં સુંદર પિચાઇએ શરૂ કર્યો હતો. આ પહેલમાં ટાટા ટ્રસ્ટ્‌સનો પણ સપોર્ટ મળ્યો હતો.  તે સમયે ગૂગલે એલાન કર્યુ હતુ કે આગામી વર્ષોમાં તેણે ૩ લાખ સુધી પહોંચાડવામાં આવશે. શરૂઆતથી લઇને અત્યાર સુધી આ પ્રોગ્રામ ૨ વર્ષમાં ૧૦ રાજ્યો સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં અત્યાર સુધીમાં ૨૫૦૦૦ મહિલાઓ મેમ્બર થઇ ચૂકી છે જેને ‘સાથી’ કહેવાય છે. કંપની તેમને ટ્રેન કરે છે જેથી તે પોતાના ગામમાં જઇને ઇન્ટરનેટ સંબંધી જાણકારી આપી શકે.
ગૂગલ અનુસાર, અત્યાર સુધી ૧ કરોડથી વધારે મહિલા આ પ્રોગ્રામના ફાયદા મેળવી ચૂકી છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શીખી રહી છે. તાજેતરમાં આ પ્રોગ્રામની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે ૨ નવા રાજ્યો, હરિયાણા અને બિહારમાં તેની શરૂઆત કરવાનું એલાન કરવામાં આવ્યુ. ગૂગલ અનુસાર, ઇન્ટરનેટ સાથી પ્રોગામ હરિયાણાની ૧૦૦૦ અને બિહારના ૭૦૦૦ ગામમો સુધી પહોંચ બનાવશે. ઇન્ટરનેટ સાથી પ્રોગ્રામમાં મહિલા એમ્બેસડર ગૂગલથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શીખે છે અને ‘સાથી’ બને છે. ‘સાથી’ બન્યા બાદ ગામમાં જઇને મહિલાઓ ઇન્ટરનેટ વિશે જણાવે છે અને સમજાવે છે કે ઇન્ટરનેટનો ઉપયોગ દૈનિક જીવનમાં કઇ રીતે કરી શકાય છે.  આ ટ્રેનિંગમાં ફોન ઑપરેટ કરવાથી લઇને ઑનલાઇન જાણકારી આપવી અને સોશ્યલ મીડિયા પણ શીખવાડવામાં આવે છે.

Related posts

આ વર્ષે વધારે કંપનીઓ ડિફોલ્ટ ઘોષિત થઇ શકે : રેટિંગ એજન્સી ઈક્રા

aapnugujarat

बिग सेलः फ्लिपकार्ट और ऐमजॉन पर ८० पर्सेट तक छूट

aapnugujarat

गोयल की समुद्री खाद्य पदार्थ निर्यातकों के साथ बैठक, निर्यात बढ़ाने पर चर्चा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1