Aapnu Gujarat
મનોરંજન

કોયના મિત્રાને કોઈ શખ્સે ફોન કરી રાત્રિ ગાળવાનું કહેતાં કોયનાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કોયના મિત્રાને એક વણઓળખાયેલી વ્યક્તિ દ્વારા ફોન કરીને અશ્લીલ ઓફર કરવામાં આવ્યા બાદ તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલામાં કેસ નોંધીને પોલીસે ઉત્પીડનમાં તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે વ્યક્તિએ જુદા જુદા ફોન નંબર મારફતે બે દિવસ સુધી કેટલીક વખત ફોન કોલ કર્યા હતા. પોલીસ કહ્યુ છે કે સમગ્ર મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. અભિનેત્રી કોયાના મિત્રાએ શનિવારના દિવસે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ હવે પોલીસે ફોન નંબરના આધાર પર તપાસ હાથ ધરી છે. આ શખ્સની સામે આઇપીસીની કલમ ૫૦૯ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે આ શખ્સે ફોન કરીને તેની સાથે રાત્રી ગાળવા માટે કહ્યુ હતુ. સાથે સાથે આના બદલામાં પૈસા આપવાની પણ વાત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે કોયના મિત્રા અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં મુસાફિર અને એક ખિલાડી એક હસીનાનો સમાવેશ થાય છે. ઉપરાંત પણ તે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં અપના સપના મની મનીનો સમાવેશ થાય છે. કોયના મિત્રા બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય રહી છે. તેની ઓળખ એક સેક્સી સ્ટાર તરીકેની રહી છે.
હાલમાં તે કેટલીક ફિલ્મોમાં સક્રિય રહી છે. સાથે સાથે જુદા જુદા ક્ષેત્રોમાં પણ સક્રિય રહી છે. કોયના મિત્રા બોલિવુડમાં વધુ કેટલીક મોટી અને સારી ફિલ્મો કરવા માટે આશાવાદી બનેલી છે. તે ફિલ્મ ઉપરાંત ફેશન અને મોડલિંગની દુનિયા સાથે જોડાયેલી રહી છે. હાલમાં તે ચર્ચામાં ઓછી રહી છે.

Related posts

કંગના સાથે કામ કરવા સુશાંત ઇચ્છુક

aapnugujarat

સેક્સી સની લિયોન બંગાળી ફિલ્મમાં નાનકડા રોલમાં છે

aapnugujarat

રિતિક રોશનની સુપર-૩૦ કબીર ખાન પૂર્ણ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1