Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થતાં ભડ્યાં પુતિન

ફિનલેન્ડ અને સ્વીડન હાલમાં જ નાટોમાં સામેલ થયા છે. જ્યારે એક દિવસ પહેલા જ તુર્કીએ સ્વીડન અને ફિનલેન્ડના નાટોમાં સામેલ થવા વિરુદ્ધ પોતાનો વીટો પાછો લઈ લીધો અને ત્રણ દેશ વચ્ચે એકબીજાની રક્ષા કરવા પર સહમતિ બની ગઈ છે. જેને લઈને પુતિને રશિયાના સરકારી ટીવી પર ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સ્વીડન અને ફિનલેન્ડથી અમને એ પ્રકારની સમસ્યા નથી જે યુક્રેનથી છે. જો આ બંને દેશો નાટો સાથે જોડાવવા માંગતા હોય તો બેશક જોડાઈ શકે છે. વ્લાદિમિર પુતિને કહ્યું કે સ્વીડન અને ફિનલેન્ડ માટે પહેલા પણ કોઈ પણ પ્રકારનું જોખમ નહતું અને અત્યારે પણ નથી. પરંતુ જો નાટો અહીં પોતાની મિલેટ્રી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈનાત કરશે તો બધા માટે સમસ્યા થશે. અમે તે વિશે ચૂપ બેસીશું નહીં અને તેનો જવાબ આપીશું. તેમણે દાવો કર્યો કે ફિનલેન્ડ અને સ્વીડનના નાટોમાં જવાથી હવે તેમના સંબંધ રશિયા સાથે પ્રભાવિત થશે. બીજી બાજુ નાટો શિખર સંમેલનમાં સૈન્ય ગઠબંધને કહ્યું કે અમારા સભ્યોની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો અને સીધો ખતરો રશિયાથી જ છે. અત્રે જણાવવાનું કે ૩૦ દેશોના આ સંગઠનની બેઠક બુધવારે મેડ્રિડમાં બોલાવવામાં આવી હતી. એક બાજુ રશિયા અને યુક્રેન યુદ્ધને ૩ મહિના કરતા પણ વધુ સમય થઈ ગયો છે. હજુ પણ યુદ્ધ પૂરું થવાનો કોઈ અણસાર દેખાતો નથી. આ બધા વચ્ચે રશિયાના જોખમો પર વાત કરવા માટે બુધવારે સ્પેનમાં નાટોનું શિખર સંમેલન થયું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને આ સંમેલન જરાય ગમ્યું નહીં અને તેમણે તેના પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ સૈન્ય સંગઠન યુક્રેન સંઘર્ષના માધ્યમથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરે છે. જો નાટો ફિનલેન્ડ અને સ્વીડનમાં સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે કે તૈનાત કરશે તો અમે ચૂપ બેસીશું નહીં. અમે તેનો જડબાતોડ જવાબ આપીશું.

Related posts

15 Afghan security personnel died in Taliban attack

aapnugujarat

सऊदी अरब के आभा हवाई अड्डे पर विद्रोहियों ने किया मिसाइल हमला

aapnugujarat

नेतन्याहू की ईरान को धमकी, ‘इजरायल की परीक्षा न ले’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1