Aapnu Gujarat
રાષ્ટ્રીય

અગ્નિપથ સેવાથી યુવાનોને ઓછી ઉંમરમાં વધારે અનુભવ મળશે : અજીત ડોવાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે કહ્યું કે આર્મ ફોર્સિસની ભરતી પ્રક્રિયામાં બદલાવ જરુરિયાતના કારણે કરાયો છે. અગ્નિપથ યોજના પર અજીત ડોવાલે કહ્યું કે, જો આપણે આવતીકાલ માટે તૈયારી કરવી હોય તો આપણે બદલાવું પડશે. તેમણે આજે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અગ્નિપથ કોઈ સ્ટેન્ડઅલોન યોજના નથી. તેમણે યોજના સાથે જોડાયેલી કેટલીક ગેરસમજણોને દૂર કરવાની કોશિશ કરી છે. ડોવાલે કહ્યું કે સેનામાં ૪ વર્ષ વિતાવ્યા પછી અગ્નિવીર જ્યારે પરત જશે ત્યારે તેઓ સ્કિલ્ડ અને ટ્રેન્ડ હશે. તેઓ સમાજમાં સામાન્ય નાગરિકોની સરખામણીમાં વધારે યોગદાન આપી શકશે.
ટ્રેનિંગ પર વાત કરતા તેમણે જણાવ્યું કે, અગ્નિવીર ક્યારેય આખી સેના નહીં બને, અગ્નિવીર માત્ર ૪ વર્ષ માટે ભરતી કરેલા જવાન હશે. બાકી સેનાનો મોટોભાગ અનુભવી લોકોનો હશે. જે અગ્નિવીર નિયમિત થશે (૪ વર્ષ પછી) તેમને સખત ટ્રેનિંગ આપવામાં આવશે. અનુભવ મેળવવા માટે સમય મળશે. તેમણે કહ્યું કે પહેલો અગ્નિવીર નિવૃત્ત થશે ત્યારે તેમની ઉંમર ૨૫ વર્ષ હશે. ત્યારે ભારતનોં અર્થતંત્ર ૫ ટ્રિલિયન ડૉલરનું હશે. તેમણે કહ્યું કે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે આવા લોકોની જરુર પડશે.
ડોવાલે કહ્યું, અગ્નિપથ સેવાથી યુવાનોને ઓછી ઉંમરમાં વધારે અનુભવ મળશે, તેમની સ્કિલ ડેવલપ થશે. ૨૫ વર્ષની ઉંમરમાં તેઓ સામાન્ય નાગરિક કરતા વધારે યોગ્ય અને પ્રશિક્ષિત હશે. ડોવાલે કહ્યું કે સેનાની બહાર થયા બાદ અગ્નિવીર દેશના અલગ-અલગ ભાગમાં જશે. તેમનામાં સેના પ્રત્યેનું ઝનુન અને હિંમત ભરેલા હશે. આ લોકો બદલાવના વાહક બનશે.
નવી ભરતી યોજના સામે દેશમાં હિંસક પ્રદર્શન થયા. ડોવાલે કહ્યું કે બદલાવ આવે તો આવું થતું હોય છે, લોકોમાં ગભરામણ હોય છે. ડોવાલે કહ્યું કે જાહેરાત સમય પછી યુવાનોને ધીમે-ધીમે સમજ પડવા લાગી છે કે આ ફાયદાની વાત છે. યુવાનોમાં જે ભય અને આકાંક્ષાઓ છે, તે દૂર થઈ જશે.
ડોવાલે કહ્યું કે, એક બીજો વર્ગ છે કે જેને દેશની શાંતિ, સુરક્ષાથી કોઈ મતલબ નથી. તેઓ બસ એવા મુદ્દા શોધે છે કે જેનાથી ભાવુકતા વધારી શકાય. જેઓ અગ્નિવીર બનવા માગે છે, તેઓ આ રીતે હિંસા કરતા નથી. તેઓએ આગળ જણાવ્યું કે, “કેટલાક લોકો અંગત સ્વાર્થના લીધે આમ કરે છે, કોચિંગ ચલાવી રહ્યા છે, અમને અંદાજ હતો કે આવું થશે. પરંતુ એકવાર તેમણે પ્રદર્શનની હદ વટાવી દીધી, રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા માટે ખતરો બની જશે ત્યારે સખત પગલા ભરવાની જરુર પડશે.”
તેમણે એમ પણ કહ્યું કે, લોકસાહીમાં વિરોધની પરવાનગી છે, પરંતુ અરાજકતાની નહીં.

Related posts

પ્રથમ ચરણની ચૂંટણીમાં યુપીએ અને એનડીએ સામે પડકારો

aapnugujarat

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૧, ૩૨૩ કરોડની જોગવાઇ

editor

TN govt scared to get drinking water offered by “Communist govt” of Kerala, as it would upset PM : Kanimozhi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1