Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંસદનું ચોમાસું સત્ર ૧૮ જુલાઇથી શરૂ થઇ શકે છે

દેશમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટણી ૧૮ જુલાઇએ મતદાન થવાનું છે. આ મહત્વપૂર્ણ ઇવેન્ટને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે મોનસૂન સત્ર માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારી સૂત્રોના અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોના મંત્રીમંડળીય સમિતિએ ૧૮ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધી સંસદના મોનંસૂન સત્રને ચલાવવાની ભલામણ કરી છે. આ તારીખો પર અંતિમ વિચાર કર્યા બાદ સંસદ સત્ર માટે આ શિડ્યૂલ પર મોહર લાગી જશે. જો ૧૮ જુલાઇથી માંડીને ૧૨ ઓગસ્ટ સુધી તારીખો પર સંસદી બાબતોની મંત્રીમંડળીય સમિતિ મોહર લગાવી દે છે તો આ વખતે મોનસૂન સત્ર સંસદમાં ૧૭ દિવસ ચાલશે, કારણ કે આ દરમિયાન ૧૭ દિવસ કાર્યદિવસ રહે છે. આ દરમિયાન સરકાર તરફથી ઘણા બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમાં બજેટ સત્ર દરમિયાન સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવેલા બજેટ સત્રના ચાર બિલ પણ સામેલ છે. આ વખતે મોનસૂન સત્ર દેશ માટે ખાસ રહેવાનું છે. આ દરમિયાન દેશના નવા રાષ્ટ્રપતિ મળે જશે. નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૧૮ જુલાઇના રોજ મતદાન થવાનું છે અને ૨૧ જુલાઇના રોજ મતગણતરી બદ ૨૫ જુલાઇના રોજ દેશને નવા મહામિમત પોતાનો કાર્યભાર ગ્રહણ કરી લેશે. આ સાથે જ ૧૦ જુલાઇના રોજ દેશના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પણ ખતમ થવા જઇ રહ્યો છે. જોકે અત્યારે તેની ચૂંટણીની જાહેરાત થઇ નથી. પરંતુ ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પુરો થતાં પહેલાં કાર્યક્રમની જાહેરાત થઇ શકે છે. એવામાં આ મોનસૂન સત્ર દેશના નવા મહામુહિમ અને ઉપરાષ્ટ્રપતિ માટે હશે. ભારતીય સંસદનું મોનસૂન સત્ર શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. દેશમાં મોનસૂન સત્ર સાથે જ સંસદનું મોનસૂન સત્ર પણ જુલાઇના ત્રીજા અઠવાડિયાથી એટલે કે ૧૮ જુલાઇથી શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સત્ર ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધી ચાલવાની સંભાવના છે. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જોકે આ વિશે હજુ સુધી અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદીય બાબતોના મંત્રીમંડળીય સમિતિ વિભિન્ન સત્રો માટે તારીખોની ભલામન કરે છે.

Related posts

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હુડાના આવાસ ઉપર દરોડા

aapnugujarat

झारखंड में पांच नहीं 20 वर्ष तक चलाएंगे गठबंधन की सरकार : तेजस्वी

aapnugujarat

મહાપુરુષોના નામ પર રાજનીતિ થઇ રહી છે : સંત કબીરની ભૂમિ મગહરમાં નરેન્દ્ર મોદીનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1