Aapnu Gujarat
રાષ્ટ્રીય

આતંકવાદીઓએ કુલગામમાં શિક્ષિકાની ગોળી હત્યા કરી

દક્ષિણ કાશ્મીરમાં આંતકીઓ નિર્દોષ લોકોને પોતાના નિશાન બનાવી રહ્યા છે. આતંકીઓએ કુલગામમાં ગોપાલપોરામાં એક શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃતક શિક્ષિકા હિન્દુ હતી અને સાંબાની રહેવાશી હતી.
મળતી માહિતી પ્રમાણે હાઈ સ્કૂલની શિક્ષિકા પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતુ. આ શિક્ષિકાનું નામ રજની બાલા છે. તેણીને નિયુક્તિ કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલ કાશ્મીરી હિંદુઓની ધરવાપસી અને પુનર્વાસ માટે જાહેર કરાયેલ પ્રધાનમંત્રી રોજગાર પેકેજ હેઠળ થઈ હતી.જમ્મુ સંભાગના સાંબા જીલ્લામાં રહેનારી હતી, આ શિક્ષિકા ચવલગામ કુપવાડામાં એક ભાડાના મકાનમાં રહેતી હતી. ઘાયલ મહિલાને તરત હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે.
કાશ્મીર પોલીસે આ ઘટનાની જાણકારી આપી હતી, પોલીસનું કહેવું છે કે, આ હુમલામાં જે પણ આતંકીઓનો હાથ છે તેમની જલદી જ ઓળખ કરી તેમને પકડીને સજા ફટકારવામાં આવશેય.
કાશ્મીર ખીણમાં છેલ્લા ૧૯ દિવસમાં વડાપ્રધાનના રોજગાર પેકેજ હેઠળ સરકારી નોકરી મેળવનાર કાશ્મીરી હિન્દુ, ખાસ કરીને વિસ્થાપિત કાશ્મીરી હિન્દુની હત્યાની આ બીજી ઘટના છે.
આ પહેલા ૧૨ મેના રોજ આતંકવાદીઓએ ક્લાર્ક રાહુલ ભટ્ટની તેમની ઓફિસમાં જ હત્યા કરી નાખી હતી.,જે ચદૂરા તહસીલદાર ઓફિસમાં કામ કરતા હતી. રાહુલ ભટ્ટની હત્યાને લઈને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં આક્રોશ ફેલાયો હતો, હજુ તે ઘટના શાંત થઇ નથી ત્યાં ફરી બીજી હત્યા કરવામાં આવી છે.
આ પહેલા આંતકવાદીઓએ ૨૫મી મેના રોજ બડગામના હિશરૂ વિસ્તારમાં ટીવી અભિનેત્રી અમરીન ભટ્ટની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ આતંકીઓએ પોલીસકર્મી રિયાઝ અહેમદ ઠાકોરની ગોળી મારીને હત્યા કરી હતી. સુરક્ષાકર્મચારીઓ હાલ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યાં છે. જેમા અત્યાર સુધી એક અઠવાડિયામાં ૧૬ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.આ હત્યાઓથી કાશ્મીરમા વસનારા હિન્દુઓની સુરક્ષાને લઇને પણ માંગ ઉઠી રહી છે. અહી લોકો પોતાને સુરક્ષિત નથી અનુબવી રહ્યાં.

Related posts

परिवार की सेवा के लिए नहीं मिला था बहुमतः नीतिश

aapnugujarat

પાક.એરફોર્સના બે યુદ્ધ વિમાન LOC નજીક દેખાયા

aapnugujarat

રામ મંદિર શ્રદ્ધાળુઓ માટે ૨૦૨૩ સુધીમાં ખુલ્લું મુકાશે

editor

Leave a Comment

UA-96247877-1