Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી : Hardik Patel

ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના હોય તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને તે જ તેમનો વ્યૂહ છે.ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી.ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે.કોંગ્રેસમાં કોઈ મજબૂત થાય ત્યારે તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.સત્તામાં બેસીને પાર્ટીમાં વખાણ કરો એનો મતલબ એ નથી એ પાર્ટીમાં બે ટકા વસ્તી ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે છે.૭ થી ૮ લોકો ૩૩ વર્ષથી કોંગ્રેસ ચલાવે છે. મારા જેવા કાર્યકરો રોજના ૫૦૦-૬૦૦ કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમના સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાંખવા પ્રયાસ કરે છે. જ્યારે ગુજરાતમાં રાહુલ આવે ત્યારે સુધી તેમના વિરુદ્ધ બોલ્યો નથી. તેઓ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને ગુજરાતની સમસ્યા વિશે વાત કરી નથી.પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી માટે ચિકન સેન્ડવીચ અને ડાયટ કોકની વ્યવસ્થા કરે છે. પક્ષમાં એવી ચર્ચાઓ કરવામાં આવે છે કે જ્યારે લોકો કંટાળી જશે ત્યારે કોંગ્રેસને વોટ આપશે. નરેશ પટેલને પાર્ટીમાં લેવાની વાતો કરે છે પણ હજી કોઈ ર્નિણય લીધો નથી.મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને ગુજરાતની સમસ્યા જણાવી છે. તેમણે મને શું સમસ્યાઓ છે એવું પૂછ્યું અને મેં જણાવી છે. ત્યારે મને ઈગ્નોર કરવામાં આવ્યો હતો. મેં પક્ષ છોડવાનો દુઃખ સાથે ર્નિણય નથી લીધો પણ હિંમત સાથે લીધો છે. યુથ કોંગર્સની ચૂંટણીમાં ૫ કરોડ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસ મૂર્ખ કહેવાય જેણે મારા કહેવાથી ટિકીટ આપી. મેં કોંગ્રેસને માત્ર આપ્યું છે, કશું લીધું નથી. કોંગ્રેસને પાટીદાર આંદોલનનો ફાયદો થયો છે.જ્યારે તમને અનુભવ થશે ત્યારે બીજા લોકોને પણ ખબર પડશે. હજી ભાજપમાં જવાનો મારો ર્નિણય પણ નથી. હું કોંગ્રેસમાં રહું તેવું કોઈ નેતા ઈચ્છતા નથી. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.તમારે કોંગ્રેસને જાેવી હોય તો ખરેખર રાજીવ ગાંધી ભવન આવીને જાેવી જાેઈએ, ત્યારે ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે.કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કઈ રીતે કરી શકાય તે જ કામ કરે છે. મેં મારા જીવનના ૩ વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. હાલમાં ભાજપમાં કે આપમાં જવાનો કોઈ ર્નિણય કર્યો નથી. જ્યારે પણ કરીશ ત્યારે ગર્વથી કરીશ. જે ર્નિણય લઈશ એ ઈમાનદારીથી કરીશ.મારા ગુજરાતને સર્વશ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો કરીશ. હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલને જવાબ અપાશે. હાર્દિક પટેલ સમાજનો સારો ચહેરો બન્યો હતો. હાર્દિકનો રાજીનામાનો પત્ર કમલમમાંથી લખાયો હતો. મુળ મુદ્દો એ હતો કે હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસ ચાલતા હતા. તે જેલમાં ના જાય તે માટે પ્રયાસો હતાં. નરેશભાઈ સાથે માત્ર ચા પાણી કરવાનો કાર્યક્રમ હતો. નરેશભાઈને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હાર્દિક બધાને ફોન કરીને કહે છે મારી સાથે આવો કોઈ આવ્યા નહીં. હાર્દિક પટેલ અને તમામ ભાષા કમલમમાંથી આવી રહી છે.પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર ૧૧૬૧ દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસનું ૨૦૫૦ સુધી કોઈ ભવિષ્ય નથી. તેમજ રામમંદિર માટે ઈંટો મોકલવી, એનઆરસી-સીએએને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નીકળવા જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે. કોંગ્રેસમાં મને બે વર્ષ સુધી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી નથી સોંપાઈ. ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. લોકો માટે નિષ્ઠાપૂર્વક આંદોલન કર્યું છે. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.

Related posts

ખેડૂતોની માથાદીઠ આવક તો માત્ર ૭૯૨૬ રૂપિયા : કોંગી

aapnugujarat

સૂરતમાં તીન તલાકનો ડર બતાવી સાસરિયાંએ સગર્ભા મહિલાને માર મારી કાઢી મૂકી

aapnugujarat

નર્મદાને બચાવવા માછીમાર સમાજના લોકોએ પોતાના લોહીથી પત્ર લખ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1