Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

શહેરના ઊન ભીંડી બજાર વિસ્તારમાં જાહેરમાં ફ્રૂટના વેપારીની હાથની નસ કાપી કરપીણ હત્યા મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મરનાર અને મારનાર યુવક છેલ્લા ત્રણ વર્ષથી મિત્ર હતા. હત્યા કરનાર યુવક પોતાના વિસ્તારમાં યુવકો અને પાકિટ ચોરી કરવાની ટ્રેનિંગ આપતા હતો, તો મરનાર યુવક આ ગેગનો સભ્ય હતો. પરંતુ તેણે આ ગેંગ છોડી દેતા ફરી ગેંગમાં જાેડાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવકે આવવાની ના પાડતા તેની હત્યા કરવામાં આવી હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જાેકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં પણ હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેવામાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકની જાહેરમાં કરપીણ હત્યાનો મામલો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉન ખાતે ભીડીબજારમાં રહેતો ફ્રૂટના વેપાર કરતો અખ્તર ઉર્ફે અકો મુક્તાર શેખ હાથની નસ કાપી તલવાર-છરીના ૯ ઘા મારી પતાવી દેવાયો ઘટના સામે આવતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી. (મૃતકની તસવીર)
સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં પણ હત્યા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેવામાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકની જાહેરમાં કરપીણ હત્યાનો મામલો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉન ખાતે ભીડીબજારમાં રહેતો ફ્રૂટના વેપાર કરતો અખ્તર ઉર્ફે અકો મુક્તાર શેખ હાથની નસ કાપી તલવાર-છરીના ૯ ઘા મારી પતાવી દેવાયો ઘટના સામે આવતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી.
મરનાર યુવકને તેના મિત્રએ જ ફોન કરી ઘરે બોલાવ્યો હતો. જે બાદ ૧૫ મિનિટમાં જ મોતને ઘાટ ઉતારી દેવાના સમાચાર પરિવારને મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. ત્રણ વર્ષની દોસ્તી બાદ અખ્તરની હત્યાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
હુમલાખોર ઇમરાનની આ હત્યામાં મુખ્ય ભૂમિકા હોવાની વાત સામે આવી છે. તડીપાર થઈને આવેલા ઇમરાન યુવાનોને પોકેટ મારવાની ટ્રેનિંગ આપતો હતો અને મરનાર યુવક આ ગેંગના સભ્યો હતો પણ થોડા સમય પહેલાં જાગ્યાં છોડીને તે ફ્રુટનો વેપાર કરવા લાગ્યો હતો.
જેને લઇને આ ગેગ દ્વારા ફરી યુવકને ગેંગમાં જાેડાવવા માટે સતત દબાણ સાથે ધમકી આપવામાં આવતી હતી. જાેકે યુવકે તેના જાેડાવાની ના પાડતાં ગેંગના સભ્ય ઇમરાન એક તેના મળતિયાઓ સાથે મળીને યુવકની કરપીણ અને જાહેરમાં ઘાતકી હત્યા કરવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. જાેકે, આ ઘટનાની જાણ થતા સચિન ય્ૈંડ્ઢઝ્ર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદીઓને આજથી રાસ્કાનું પાણી મળશે

aapnugujarat

હવે લોભામણી સ્કીમોની લાલચ આપી છેતરનારા સામે કાર્યવાહી

aapnugujarat

અમને તમારા આંકમાં નહીં, રસ્તાઓ સુધારો તેમાં રસ છે : હાઈકોર્ટે અમ્યુકોનો ઉધડો લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1