Aapnu Gujarat
ગુજરાત

કુંવરજી બાવળીયા અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરાયા

વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજમાં જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે કોળી સમાજના સુવર્ણ જ્યંતી મહોત્સવ પહેલા જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખપદ માટે મોટા પાયે ડખા સામે આવી રહ્યા છે. કારણ કે કુંવરજીભાઈ બાવળિયા અને અજીતભાઈ બંને જૂથોએ પ્રમુખપદ માટે દાવેદારી ઠોકતા વિવાદનું વંટોળ ઊભું થયું છે.ત્યારે હાલમાં કોળી સમાજને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુવરજી બાવળીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.મહત્વનું છે કે આજે અખિલ ભારતીય કોળી સમાજની કાર્યકારણીની બેઠક મળી હતી. જેમાં કોળી સમાજને બદનામ કરવાના આરોપસર બાવળીયા સસ્પેન્ડ કરવાનો મોટો ર્નિણય લેવામાં આવ્યો છે.કોળી સમાજ પ્રમુખ અજીત પટેલે બાવળીયાને હાંકી કાઢવાનો ર્નિણય કર્યો છે. આપને જણાવી દઈએ કે અજીત પટેલ અને કુંવરજી બાવળિયાનું જુથ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદને લઈ સામ સામે હતું. જેમાં અનેક આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવ્યા છે.
તો બીજી તરફ કોળી સમાજના સુવર્ણ જ્યંતી મહોત્સવ કુંવરજી બાવળિયા અને અજીતભાઈની આગેવાનીમાં યોજાશે જેમાં અજીતભાઈ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે તેમજ કુંવરજીભાઈ બાવળિયા સુવર્ણ જ્યંતી મહોત્સવના અધ્યક્ષ રહેશે. સમારંભ પૂર્ણ થતા બંને આગેવાનો સમાજના હોદ્દા પરથી રાજીનામું આપશે. પણ કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠાવાલા ગ્રુપ દ્વારા મહોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત કોન્ટ્રાક્ટર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રપતિ પણ હાજરી આપવામાં છે. અખિલ ભારતીય કોળી સમાજના સંમેલન મામલે વિવાદ સામે આવ્યો છે. આગામી સમયમાં અખિલ ભારતીય કોળી સમાજનુ સંમેલન યોજાવાનુ છે પરંતુ તેમાં કુંવરજી બાવળીયાને સાઈડ લાઈન કરાઈ રહ્યાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ આરોપ ગુજરાત કોળી સમાજના મહામંત્રી ઉમેશ પટેલે લગાવ્યો છે. તેમને કહ્યુ છે કે, ચૂંટણીમાં ટિકિટ મેળવવા આ સંમેલન બોલાવાયુ છે. જેમાં કુંવરજી બાળળિયા અને ચંદ્રવદન પીઠાવાલાને સાઈડ લાઈન કરાઈ રહ્યા છે. આમ કુંવરજી બાળળિયાના સમર્થનમાં ચોર્યાસી તાલુકાના કોળી સમાજના યુવાનોએ સંમેલનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે

Related posts

ડૉ.બાબા સાહેબ આંબેડકરને મહાત્મા ગાંધી સાહિત્ય મંચ દ્વારા ગુજરાતી કવિ સંમેલન યોજી શ્રદ્ધાંજલિ અપાઈ

editor

પાવીજેતપુરથી બોડેલીના ખખડધજ રસ્તાથી જનતા ત્રાહિમામ

editor

મિલ્કત સંબંધી વ્યવહારો માટે સ્ટેમ્પ પેપરની અવેજીમાં ફેન્ક્રીંગ મશીન – ઈસ્ટેમ્પીંગનો વધુને વધુ ઉપયોગ કરવાનો અનુરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1