Aapnu Gujarat
રાષ્ટ્રીય

NPR,CAA, જાતિગત વસ્તી ગણતરી, લાઉડસ્પીકર પર નીતીશ-તેજસ્વીની જુગલબંધી

બિહારમાં મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વવાળા એનડીએની અંદર જદયુ અને ભાજપમાં સતત અસમંજસની સ્થિતિ બનેલ છે.મુખ્યમંત્રી નીતીશકુમાર એક પછી એક અનેક મુદ્દા પર ભાજપ અને કેન્દ્રની મોદી સરકારના મતથી ઉલટ વલણ લઇ રહ્યાં છે અને તેઓ વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવની સાથે પણ સુરમાં સુર મિલાવતી નજરે પડી રહ્યાં છે. આ ક્રમમાં તેજસ્વી નીતીશની મુલાકાત જાતિગત વસ્તીગણતરીના મુદ્દા પર થઇ છે.જેના પર બંન્ને જ નેતા એકમત છે.
જાતિગત વસ્તી ગણતરી,એનપીઆર સીએએ એનઆરસી અને લાઉડસ્પીકર પરના મુદ્દા પર પણ નીતીશકુમારનું વલણ ભાજપથી અલગ છે અને તેજસ્વીથી મલતું આવે છે આવામાં સવાલ ઉઠે છે કે નીતીશકુમાર એક તરફથી તો તેજસ્વીની સાથે જુગલબંધી કરઅમેરિકાી રહ્યાં છે અને બીજીબાજુ ભાજપથી અલગ વલણ અપનાવી રહ્યાં છે આવામાં નીતીશ કેવી રીતે બિહારની રાજનીતિમાં ભાજપની સાથે કદમથી કદમ મિલાવી શકશે
જાતિગત વસ્તીગણતરીની માંગને લઇ મુખ્યમંત્રી નીતીશકુમાર અને રાજદ નેતા તેજસ્વી યાદવ એકમત છે જયારે ભાજપ તેના પર રાજી નથી તેજસ્વીએ જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર નીતીશકુમારની મુલાકાત કરી હતી નીતીશને મળ્યા બાદ તેજસ્વીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીએ વિશ્વાસ અપાવ્યો છે કે તે પણ જાતિગત વસ્તીગણતરીના પક્ષમાં છે અને તાકિદે સર્વ પક્ષીય બેઠક બોલાવી તેના પર નિર્ણય લેશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળ પ્રવાસે ગયા હતાં ત્યારે કહ્યું હતું કે દેશમાં કોરોના મહામારી ખતમ થયા બાદ સીએએને લાગુ કરવામાં આવશે વર્ષ ૨૦૧૯માં જયારે મોદી સરકાર સીએએ કાનુન લાવી હતી તો સંસદમાં બીલને નીતીશકુમારની પાર્ટીએ સમર્થન કર્યું હતું કે જાે કે જયારે દેશભરમાં સીએએ અને એનઆરસીની વિરૂધ્ધ પ્રદર્શન થઇ રહ્યાં હતાં ત્યારે નીતીશ સરકારે બિહાર વિધાનસભામાં સર્વસમ્મતિથી એનઆરસીને લાગુ નહીં કરવાનો પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે બિહારમાં એનઆરએસી અને સીએએને કોઇ પણ સ્થિતિમાં લાગુ કરવામાં આવશે નહીં જયારે ભાજપ લાગુ કરવાના સમર્થનમાં છે જયારે તેજસ્વી યાદવ પણ સીએએ એનઆરસીની વિરૂધ્ધ છે. નીતીશ ભાજપના વલણથી બિલકુલ અલગ મત ધરાવે છે.
આ ઉપરાંત લાઉડસ્પીકરની વિરૂધ્ધ ઉઠેલી અવાજને લઇ દેશની રાજનીતિ ગરમ હતી બિહારમાં ભાજપ નેતા મસ્જિદોના લાઉડસ્પીકર પર પ્રતિબંધની માંગ ઉઠાવી રહ્યાં છે પરંતુ નીતીશકુમારે સ્પષ્ટ કર્યું છે કે રાજયમાં લાઉડસ્પીકર પર કોઇ પ્રતિબંધ રહેશે નહીં લાઉડસ્પીકરને લઇ બિહારમાં જદયુ અને ભાજપના સુર અલગ અલગ છે. નીતીશે એજ વાત કરી હતી જે તેજસ્વી યાદવે કરી હતી યાદવે કહ્યું હતું કે બેરોજગારીથી યુવાનોનું ભવિષ્ય બરબાદ થઇ રહ્યું છે અને તમે લાઉડસ્પીકરથી ઉંધની વાત કરી રહ્યો છે તેમને શું ઉધ આવતી હસે જે બેરોજગાર છે આ રીતે નીતીશે લાઉડસ્પીકર પર પ્રતિબંધને પુરી રીતે ફગાવી દીધો હતો.

Related posts

ઓક્સિજન મુદ્દે સરકારના નિવેદન માટે સરકાર પર કેસ થવો જાેઇએ ઃ સંજય રાવત

editor

Islamabad में भारतीय उच्चायोग के 2 कर्मचारी लापता

editor

રાહુલ ગાંધીના નિવેદન પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી પ્રતિક્રિયા

editor

Leave a Comment

UA-96247877-1