Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ૧ હજાર છોકરાઓ સામે ૯૦૯ છોકરીઓ

વર્ષ ૨૦૦૧ની વસ્તી ગણતરીના ડેટા અનુસાર, ગુજરાતમાં ચાઇલ્ડ સેક્સ રેશિયો ૧,૦૦૦ છોકરાઓ દીઠ ૮૮૩ છોકરીઓના અત્યંત વિકૃત પ્રમાણમાં નોંધાયો હતો અને ત્યાંજ બે દાયકા બાદ પણ વર્ષ ૨૦૨૦ સુધી પ્રતિ ૧,૦૦૦ છોકરાઓએ ૯૦૯ છોકરીઓ નોંધાઈ હતી. જે દેશના મુખ્ય રાજ્યોમાં સૌથી ખરાબ પ્રદર્શન દર્શાવે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ)ના રિપોર્ટ પર નજર કરીએ તો, ગુજરાતે અનુક્રમે માત્ર મણિપુર (૮૦૮) તેમજ દીવ અને દમણ અને દાદરા અને નગર હવેલી (૮૯૮) કરતાં વધુ ક્રમાંક મેળવ્યો છે. દેશના મુખ્ય રાજ્યોમાં ૯૬૯ સેક્સ રેશિયો એટ બર્થ (એસઆરબી) સાથે કેરળમાં સૌથી વધુ છે, જમ્મુ અને કાશ્મીર ૯૬૭ અને બિહારમાં ૯૬૪ છે. એકંદરે ૧,૦૦૦ છોકરાઓ દીઠ ૧,૧૦૪ છોકરીઓ સાથે લદ્દાખમાં સૌથી વધુ એસઆરબી નોંધાયું છે. વર્ષ ૨૦૧૮માં, ગુજરાતે ૮૯૭ના એસઆરબી સાથે છેલ્લેથી બીજું સ્થાન મેળવ્યું હતું અને પંજાબ ૮૯૬ એસઆરબી સાથે યાદીમાં છેલ્લા સ્થાને હતું. તેમજ વર્ષ ૨૦૧૯માં ગુજરાતની સ્થિતિ દેશના મુખ્ય રાજ્યોમાં સૌથી નીચા જીઇમ્ ૯૦૧ સાથે કથળી હતી. જાે કે, માત્ર એક ટકાના વધારા સાથે રાજ્ય ૨૦૨૦માં છેલ્લેથી ત્રીજા સ્થાને રહ્યું હતું. વર્ષ ૨૦૧૯ની તુલનામાં કોવિડના વર્ષ ૨૦૨૦ દરમિયાન ગુજરાતમાં બાળજન્મમાં છ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો, જે ભારતના સરેરાશ બાળજન્મના ૨.૫ ટકાના ઘટાડા કરતાં વધુ છે. વર્ષ ૨૦૨૦માં કુલ ૧૧.૦૩ લાખ જન્મો નોંધાયા હતા, જ્યારે વર્ષ ૨૦૧૯માં ૧૧.૭૩ લાખ જન્મો નોંધાયા હતા.

Related posts

With aim to put Gujarat on ‘World Tourism Map’, CM declares new ‘Heritage Tourism Policy 2020-25’

editor

अहमदाबाद शहर के टूटे हुए रास्तों में से १८४ किमी के रास्ते म्युनिसिपल प्रशासन द्वारा ही बनाया जाएगा

aapnugujarat

પીએમને પરેશ ધાનાણીનો પ્રશ્ન, સોહરાબુદ્દીનની હત્યાની સોપારી પોલીસ અધિકારીને કોણે આપી ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1