Aapnu Gujarat
રમતગમત

મારું કોઈએ સન્માન ન કર્યું એટલે ઓક્શનથી આઉટ થઈ ગયો

ક્રિસ ગેઈલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી, આઈપીએલમાં મારી સાથે જેવો વ્યવહાર થયો, તે ઠીક ન હતો. મને ખોટું લાગ્યું હતું. ખેલ અને આઈપીએલ માટે આટલું બધું કરવા છતાં પણ મને તે સન્માન મળ્યું ન હતું, જેનો હું હકદાર હતો.
આ વ્યવહારથી નારાજ થઈને જ મેં પોતાને ઓક્શન માટે ડ્રાફ્ટ કર્યો ન હતો. આ ઉપરાંત તેણે કહ્યું કે, હું આવતાં વર્ષે આઈપીએલમાં કમબેક કરીશ.યુનિવર્સ બોસના નામથી જાણીતા ક્રિસ ગેઈલે ફરી એકવખત આઈપીએલમાં જાેવા મળશે. ક્રિસ ગેઈલે જાહેરાત કરતાં કહ્યું છે કે, તે આવતાં વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પરત ફરશે. તમને જણાવી દઈએ કે, ક્રિસ ગેઈલે આઈપીએલ ૨૦૨૨ના ઓક્શનમાં પોતાને દૂર કરી દીધો હતો. ગેઈલે પોતાને આઈપીએલમાં રજિસ્ટર ન કરાવતાં ક્રિકેટના દિગ્ગજ સહિત સૌ કોઈ હેરાન રહી ગયા હતા. જાે કે, ક્રિસ ગેઈલે જણાવ્યું છે કે, આખરે તેણે કેમ આઈપીએલ ૨૦૨૨ના ઓક્શનમાંથી પોતાને દૂર કરી દીધો હતો. ક્રિસ ગેઈલે ખુલાસો કરતાં કહ્યું હતું કે, આઈપીએલમાં તેની સાથે સારો વ્યવહાર થયો ન હતો, તેમજ તે ઈજ્જત આપવામાં આવી ન હતી, જેનો તે હકદાર હતો. ક્રિસ ગેઈલ આઈપીએલની શરૂઆતથી અત્યાર સુધી ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝીઓ સાથે જાેડાઈ ચૂક્યો છે, આ ઉપરાંત આઈપીએલમાં તેના નામે સૌથી વધારે સિક્સ ફટકારવાનો પણ રેકોર્ડ છે. ક્રિસ ગેઈલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી, આઈપીએલમાં મારી સાથે જેવો વ્યવહાર થયો, તે ઠીક ન હતો. મને ખોટું લાગ્યું હતું. ખેલ અને આઈપીએલ માટે આટલું બધું કરવા છતાં પણ મને તે સન્માન મળ્યું ન હતું, જેનો હું હકદાર હતો. આ વ્યવહારથી નારાજ થઈને જ મેં પોતાને ઓક્શન માટે ડ્રાફ્ટ કર્યો ન હતો. આ ઉપરાંત ક્રિસ ગેઈલે કહ્યું હતું કે, હું આવતાં વર્ષે આઈપીએલમાં પરત ફરીશ. તેમને મારી જરૂર છે. આઈપીએલમાં હું ત્રણ ટીમનો ભાગ રહ્યો છું, કોલકાતા, આરસીબી અને પંજાબ. આરસીબી અને પંજાબમાંથી હું ગમે તે એક ટીમ સાથે પરત ફરવા માગીશ. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેઈલની ગણતરી ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી મહાન ખેલાડીઓમાં થાય છે. આઈપીએલ ટુર્નામેન્ટની શરૂઆત એટલે કે ૨૦૦૮થી લઈને અત્યાર સુધી તે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝીઓ માટે રમ્યો છે. સૌ પ્રથમ આઈપીએલમાં ક્રિસ ગેઈલે પોતાની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે કરી હતી, જે બાદ તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પછી પંજાબ કિંગ્સ માટે આઈપીએલ રમ્યો હતો.
ક્રિસ ગેઈલના પાવરનો પરિચય સૌ કોઈને છે, તેનામાં મોટા શોટ રમવાની ક્ષમતા છે. તેમ છતાં છેલ્લી કેટલીય સિઝનથી તે દરેક મેચમાં રમવા માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળતું ન હતું. તેને બેંચ પર બેસવાનો વારો આવતો હતો. યુએઈમાં ગત સિઝનમાં યોજાયેલ બીજા હાફમાં તો બાયો બબલના કારણે તેણે ટુર્નામેન્ટથી જ બહાર થવાનો ર્નિણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના આ સ્ટાર બેટ્‌સમેનના નામે આઈપીએલમાં સૌથી વધારે સિક્સનો રેકોર્ડ છે. ૧૪૨ મેચોમાં તેણે ૪૯૫૬ રન બનાવ્યા છે. આ ઉપરાંત આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં તે સાતમા નંબરે છે.

Related posts

શોએબ અખ્તરે પાક. કેપ્ટન સરફરાઝની વંશીય ટિપ્પણી બદલ ઝાટકણી કાઢી

aapnugujarat

अमेरिका ओपन : ब्रेडी को हरा ओसाका फाइनल में

editor

भज्जी ने सुझाया No.4 का विकल्प, गंभीर बोेले : संजू तो चांद पर भी बल्लेबाजी कर सकता है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1