Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૧૫ કરોડની કાર લઇ ગયા ઇમરાન ખાન

પાકિસ્તાનના માહિતી પ્રધાન મરિયમ ઔરંગઝેબે દાવો કર્યો છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને ગયા મહિને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવ્યા પછી ૧૫ કરોડની કિંમતની લક્ઝુરિયસ કાર સાથે લઇ ગયા છે. મરિયમે જણાવ્યું હતું કે, “ઇમરાન ખાને તેમની સાથે બીએમડબ્લ્યુ ઠ૫ કાર લીધી હતી જે વિદેશી પ્રતિનિધિમંડળ માટે વડાપ્રધાન કાર્યાલયની કારના કાફલામાંની એક છે.” તેણે કહ્યું કે આ કારની કિંમત લગભગ ૧૫ કરોડ છે જે બોમ્બ પ્રૂફ અને બુલેટ પ્રૂફ છે અને તેને છ વર્ષ પહેલા લગભગ ૩ કરોડ પાકિસ્તાની રૂપિયામાં ખરીદવામાં આવી હતી.
ડૉન અખબારે મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે ખાને આગ્રહ કર્યો હતો કે તે કાર પોતાની પાસે રાખવા માંગે છે, જ્યારે અગાઉ તેણે પોતે વડાપ્રધાનના નિવાસસ્થાનમાં મોંઘી કાર રાખવા બદલ અગાઉની સરકારોની ટીકા કરી હતી. મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે ખાને બીજા દેશના રાજદ્વારી દ્વારા ભેટમાં આપેલી હેન્ડગન પણ રાખી હતી, જે તોશખાનામાં જમા કરાવવી જાેઈતી હતી.
પાકિસ્તાનના કાયદા અનુસાર, અન્ય દેશના મહેમાન પાસેથી મળેલી ભેટ તોશખાનામાં રાખવી જાેઈએ. ઇમરાન ખાન ગયા મહિને અવિશ્વાસ પ્રસ્તાવમાં હાર્યા બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી તેમની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ શાહબાઝ શરીફની આગેવાનીવાળી સરકાર તરફથી વિદેશી ભેટોને લઈને અવરોધનો સામનો કરી રહી છે.
એક પખવાડિયા પહેલા, ઈસ્લામાબાદ હાઈકોર્ટે નવી સરકારને ખાન દ્વારા તેમની સત્તાવાર મુલાકાતો પર મળેલી ભેટોની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, અને કહ્યું હતું કે અન્ય દેશોની સરકારો દ્વારા સરકારી અધિકારીઓને આપવામાં આવેલી ભેટો પાકિસ્તાન સરકારની છે, કોઈ ચોક્કસ વ્યક્તિની નહીં. તેના જવાબમાં ખાને કહ્યું કે તે ભેટ તેમની છે અને તે તેની પસંદગી છે કે તે તેને પોતાની પાસે રાખે છે કે નહીં. ખાને કહ્યું, “મારી ભેટ, મારી ઈચ્છા.”
તેણે એમ પણ કહ્યું કે ઈમરાને માત્ર સરકારી ગિફ્ટમાં જ કૌભાંડ કર્યું નથી, પરંતુ તેણે ખાંડ અને લોટનું કૌભાંડ કરીને ઘણી કમાણી કરી છે. ઔરંગઝેબ વધુમાં કહે છે કે પાકિસ્તાન આવ્યા બાદ બીજા દેશના રાજદ્વારીએ ઈમરાનને હેન્ડ ગન ભેટમાં આપી હતી. પરંતુ ઇમરાને તેને દેશની ડિપોઝિટરીમાં જમા કરાવવાને બદલે મોંઘા ભાવે વેચી દીધું.
દરમિયાન સમાચાર છે કે ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈમરાન ખાન વિરુદ્ધ ઈશનિંદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.ઈમરાન ખાનની પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ નોંધાયેલા કેસને ગેરકાયદેસર ગણાવ્યો છે, પરંતુ અહેવાલ છે કે વર્તમાન સરકાર ઈમરાન ખાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.

Related posts

મોદીએ ટ્રમ્પ-મેલાનિયાને ઘણી શાનદાર ભેટ આપી

aapnugujarat

પાકિસ્તાને નવ સ્થળ પર તેના પરમાણુ હથિયારોને રાખ્યા છે : હેવાલ

aapnugujarat

पाक-अफगान अराजकता और अव्यवस्था का जोखिम नहीं उठा सकते : जनरल बाजवा

editor

Leave a Comment

UA-96247877-1