Aapnu Gujarat
ગુજરાત

ગરબાડા LOVW JIHAD કેસ : મુસ્લિમ યુવક – હિંદુ યુવતી દિલ્હીથી પકડાયા

દાહોદની હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયાની ફરિયાદ બાદ ગરબાડા તાલુકો જડબેસલાક બંધ રહ્યો હતો જેમાં દાહોદમાં કોલેજની પરીક્ષા આપવા ગયેલી હિન્દુ યુવતીને ગાંગરડી ખાતે મટન શોપમાં કામ કરતો યુવક ભગાડી ગયો હતો. આમાં લવ જેહાદની આશંકાથી ઘટનાના વિરોધમાં ગરબાડા તાલુકો પણ જડબેસલાક બંધ રહ્યો હતો. મુદ્દો આખા જિલ્લામાં ચર્ચાની એરણે હતો ત્યારે પોલીસ બીલકુલ શાંત થઇ પોતાનું હૃમન અને ટેક્નીકલ સોર્સના ઉપયોગથી આગળ વધતાં અંતે બંનેની ભાળ મળી હતી. યુવક અને યુવતીને દિલ્હીથી પકડી લાવ્યા બાદ પુછપરછ હાથ ઘરાઇ હતી. ત્યારે યુવતીએ યુવક સાથે પ્રેમ હોવાની વાત કહીને થોડા સમય પહેલાં તેની સાથે વાત કરતાં પકડાતાં પિતા-ભાઇએ ઠપકો આપ્યો હતો. જેથી તેમનાથી નારાજ થઇને તે યુવક સાથે ફરવા જતી રહી હોવાનું પોલીસને જણાવ્યુ હતું. જેમાં દાહોદથી બસ દ્વારા બંને વડોદરા ગયા અને ત્યાંથી સાંજની ટ્રેન પકડીને દિલ્હી પહોંચ્યા હતાં. દિલ્હીના મેરોલી વિસ્તારમાં તેઓએ રાત્રી રોકાણ કર્યુ હતું. દિલ્હી ધસી ગયેલી દાહોદ પોલીસે વોચ ગોઠવતાં અંતે બંને કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ પાસેથી મળ્યા હતાં. બંનેને સમજાવીને પોલીસ જાપ્તામાં કાર દ્વારા દાહોદ લાવ્યા હતાં. મધ્ય રાત્રે છોકરીએ પરિવાર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેને પરિવારને સોંપાઇ હતી. દિકરી પરત મળતાં પરિવારને હાશ થઇ હતી. છોકરીને તેના પરિવારને સોંપી દેવાઇ હતી. બીજી તરફ છોકરાની તલસ્પર્શી પુછપરછ બાદ પોલીસે તેનું નિવેદન લીધુ હતું. બંને પુખ્ત વયના હોવાથી આ ઘટના મામલે માત્ર જાણવા જાેગ નોંધ કરીને જ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે છોકરાના કદાચ અટકાતી પગલાં લીધા બાદ તેને પણ છોડી મુકવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. બનાવની ગંભીરતા જાેતા ત્વરિત અને ઝડપી કાર્યવાહીના ભાગ રૂપે સફળતા મળી હતી.છોકરીનો તેના પરિવાર સાથે ભેંટો કરાવતાં તેણે માતા-પિતા સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમને સોંપી દેવામાં આવી હતી. – બલરામ મીના, એસ.પી,દાહોદ મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભગાવી ગયો હોવાની ઘટનાથી ભારે આક્રોશ જાેવા મળી રહ્યો હતો. બનાવ પગલે તપાસ માટે તાત્કાલિક અસરથી સાત ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ૧ એએસપી, ૩ ડીવાયએસપી, ૨ પીઆઇ અને ૬ પીએસઆઇને જાેતરવામાં આવ્યા હતાં. દાહોદ, ગાંગરડી, ગોધરા અને યુવકના જ્યાં-જ્યાં સગા સબંધિ રહેતાં હતાં ત્યાં અને મિત્ર વર્તુળના સબંધિઓની પણ તલસ્પર્શી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

Related posts

अल्पेश ठाकोर दूध और दही में  पैर रखकर राजनीति करता है : हार्दिक पटेल

aapnugujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપેલ પ્રથમ ઈન્ટરવ્યુ

aapnugujarat

ડૉ ગુલાબચંદ પટેલના વૈશ્વિક પરિપ્રેક્ષ્ય મેં ગાંધીજી ઔર અન્ય શોધ પુસ્તકનું વિમોચન

editor

Leave a Comment

UA-96247877-1