Aapnu Gujarat
બિઝનેસ

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી નોતરશે ડોલર

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ અર્થવ્યવસ્થાને મસમોટો ફટકો પડ્યો છે. રશિયાએ નેચરલ ગેસની ચૂકવણી રૂબલમાં કરવાનું ફરમાન બહાર પાડતા રશિયન કરન્સી પણ હવે ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જાેકે ડોલરની પણ ચાલ મક્કમ જાેવા મળી રહી છે. અમેરિકન કરન્સી સત્રમાં ૨૦ વર્ષની ટોચે પહોંચી છે.
યુએસ ડોલરે ૨૦૦૨ પછી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ડોલરની મજબૂતીનું કારણ બેંક ઓફ જાપાનની નાણાંકીય નીતિ. જાપાનની સેન્ટ્રલ બેંકે અર્થવ્યવસ્થાને સપોર્ટ કરવા માટે હળવી મોનિટરી પોલિસી સાથે નીચા વ્યાજદર જાળવી રાખવાની મક્કમતા યેનની સામે ડોલરને મજબૂતી આપી રહી છે. સામે પક્ષે નકારાત્મક માહોલ વચ્ચે પણ અમેરિકાની અને વિશ્વની ટોચની ટેક જાયન્ટ કંપનીઓના મજબૂત પરિણામોના જાેરે અમેરિકન અને યુરોપિયન બજારોમાં તેજીનો કરંટ જાેવા મળ્યો છે.
જાપાનની કરન્સી યેન ડોલરની સામે ૨૦-વર્ષના નીચા સ્તરે ગગડી ગયો હતો અને બીઓજીના હસ્તક્ષેપ લેવલ પ્રતિ ડોલર ૧૩૧નું લેવલ તોડ્યું છે. બેન્ક ઓફ જાપાને યિલ્ડના ટાર્ગેટને હાંસલ કરવા અને તેની નજીક જ રહેવા માટે દરરોજ ૧૦-વર્ષના બોન્ડ્‌સની અનલિમિટેડ ખરીદીની તૈયારી દર્શાવી હતી.
જાપાની ચલણના ઘસારાનો સૌથી વધુ ફાયદો યુએસ ડોલરને થઈ રહ્યો છે અને યેન જ ડોલરને નવી ઊંચાઈએ ધકેલી રહ્યો છે. ડોલર ઉંચકાતા એશિયન દેશોની કરન્સી પણ નબળી પડી રહી છે અને કરન્સી ડેરિવેટિવ્ઝ બજારોમાં યુએસ ડોલરની બોરોઈંગ કોસ્ટ ખૂબ જ વધી રહી છે.
મજબૂત ડોલરને કારણે સોનાના ભાવમાં પણ દબાણ જાેવા મળી રહ્યું છે. રશિયા તરફથી સપ્લાય ઘટવાની આશંકા અને ચીનમાં કોરોનાને પગલે માંગ મંદ થવાની આશંકાએ એક નાની રેન્જમાં જ ક્રૂડમાં ૧ ડોલરનો વધારો જાેવા મળી રહ્યો છે.

Related posts

મોબાઈલથી થશે અસલી નકલી દવાઓની ઓળખ

aapnugujarat

वॉलमार्ट : भारत सहित कई देशों में दी थी रिश्वत, करीब 2 हजार करोड़ रुपए का भरेगी जुर्माना

aapnugujarat

૧૦ ટકા સુધીનો વિકાસ દર પડકારરુપ : જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1