Aapnu Gujarat
ગુજરાત

પાટણ ની ધારપુર હોસ્પિટલમાં ઉન્નતિ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું

પાટણ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ઉન્નતિ ફાઉન્ડેશન દ્વારા 1લી મે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ધારપુર હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓ જલ્દીથી સાજા થઈ ગુજરાતનો સ્થાપના દિવસ પરિવાર સાથે ઉજવે તેવી ભાવનાથી ફળોની 200 કીટનું વિતરણ કરાયુ હતું. તેમજ સરદાર બાગ પાસે આવેલી આંગણવાડી કેન્દ્રમાં પણ ફળોની 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એમ સંસ્થાના પ્રમુખ પરેશ મકવાણાએ જણાવ્યું હતું.

આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર સ્નેહલ પટેલ, ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ.યોગેશાનંદ ગોસ્વામી, ધારપુર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મનીષ રામાવત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના સેનેટ સભ્ય મનોજ પટેલ, ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ મકવાણા, પાટણ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, પાટણ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી વિનોદ કરલિયા, પાટણ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી ચતુર પરમાર, મંત્રી નરેશ મકવાણા, તેજલ મકવાણા, પ્રકાશ દેસાઈ, ચંદ્રકાંત શ્રીમાળી, આંગણવાડી કાર્યકર ભૂમિકાબેન સોલંકી, કૈલાશબેન સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

હાલ લાખો ખેડૂતો સિંચાઈના પાણી વિના ભારે મુશ્કેલીમાં : મનિષ દોશી

aapnugujarat

લોકરક્ષક દળ ભરતી પરીક્ષા પેપર લીક કૌભાંડ : મનહર પટેલે ચિલોડાની એક હોટલ ખાતે રૂપિયા ઉઘરાવ્યા

aapnugujarat

आज हमारे जवान आंख में आंख डालकर दुश्मनों को जवाब देने लगे : गृहमंत्री शाह

editor

Leave a Comment

UA-96247877-1