Aapnu Gujarat
રાષ્ટ્રીય

લીંબુએ કાઢ્યો સામાન્ય પ્રજાનો રસ !

મોંઘવારીની માર એટલી બધી વધી ગઈ છે કે હવે તો લીંબુના ભાવ પણ 400 રૂપિયા કિલો સુધી પહોંચ્યા છે. આ સાથે જ લીલા શાકભાજીની કિંમત પણ આસમાને પહોંચી ગઈ છે.
સામાન્ય માણસ તો પોતાના ગ્લાસમાં લીંબુ નિચોડવાની હિંમત પણ નથી કરી રહ્યો. લીંબુ જ નહીં પણ અન્ય લીલા શાકભાજીએ પણ સામાન્ય પ્રજાના બજેટ પર પ્રહાર કર્યો છે. ખિસ્સાને ખાલી કરવામાં ડુંગળી પણ પાછળ રહી નથી. હાલમાં નવરાત્રિ ચાલી રહી છે, તેમ છતાં ડુંગળીના ભાવ વધેલા જોવા મળી રહ્યા છે. નોઈડા તથા ગ્રેટર નોઈડામાં લીંબુના ભાવ સાંભળીને જ ગ્રાહક ભાગી રહ્યા છે. પહેલા જ ઈંધણના વધતા ભાવે પ્રજાની કમર તોડી નાંખી છે, ત્યાં નવરાત્રિ-રોજા અને ઓછા ઉત્પાદનના કારણે લીંબુના ભાવ 350-400 રૂપિયા કિલોએ પહોંચી જતાં સામાન્ય લોકોના બજેટ પર માઠી અસર પડી છે. લીલા શાકભાજીના ભાવમાં તો છેલ્લા બે-ત્રણ દિવસમાં જ જોરદાર ઉછાળો આવ્યો છે. લીલા શાકભાજીમાં ભીંડા, પરવર, ખીરા, દૂધી, તૂરિયા સહિત કેટલાક શાકભાજીઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ત્રણથી ચાર દિવસમાં તો શાકભાજીના ભાવે કહેર કરી
દિલ્હીમાં આવેલ નોઈડાની ફૂલપુર મંડી અને ગ્રેટર નોઈડાની તુગલકપુર મંડીમાં ભીંડા 100થી 125 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે જ્યારે કારેલાના ભાવ ત્રણ દિવસમાં જ 80 રૂપિયાથી 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. નવરાત્રિમાં ડુંગળીનો ઓછો ઉપયોગ થતો હોવાથી તેના ભાવ ઘટી જતાં હોય છે, પરંતુ બજારમાં ડુંગળી પણ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.
આ ઉપરાંત આદુ 90થી 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયું છે. શિમલા મિર્ચનો ભાવ 100 રૂપિયા કિલો વેચાયા બાદ હવે 120 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. દૂધી 60 રૂપિયા અને સીતાફળ 50થી 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. આ સાથે જ ટામેટાનો ભાવ 70 થી 90 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે.
આ રહ્યું શાકભાજીના ભાવ વધવાનું કારણ
હાલમાં સમગ્ર આદેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ સતત વધી રહ્યા છે. નવરાત્રિ અને રોજામાં લીંબુ અને કેટલીક ખાસ શાકભાજીઓની માંગ પણ વધી ગઈ છે. જાણકારોનું કહેવું છે કે આ વખતે લીંબુથી લઈને કેટલીક ખાસ લીલી શાકભાજીઓના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ત્યાં ઈંધણ મોંઘુ થવાને કારણે બધા ખેડૂતો પોતાની શાકભાજીઓને શહેર તરફ લાવવાની હિંમત કરી રહ્યા નથી. આના કારણે લીંબુ અને શાકભાજીઓના ભાવ વધી રહ્યા છે. જો કે, સંગ્રહખોરી મોટુ કારણ છે. નવરાત્રિ અને રોજા ખતમ થયા બાદ જ લીંબુ અને શાકભાજી સસ્તી થવાની આશા છે.
શાકભાજી જ નહીં પરંતુ ફળોના ભાવમાં પણ વધારો
દેશમાં શાકભાજીઓની સાથે સાથે ફળો પર પણ મોંઘવારીની માર પડી છે. નવરાત્રિ અને રોજાના કારણે ખાસ કરીને સફરજન, સંતરા, તરબૂચ, દ્રાક્ષ અને કેળા વગેરેની માંગ વધી ગઈ છે. જે દ્રાક્ષ નવરાત્રિ અને રોજા પહેલા 40થી 50 રૂપિયા કિલો સુધી વેચાઈ રહી હતી તે હવે 100 રૂપિયા કિલો થઈ ગઈ છે. કેળા 60થી 70 રૂપિયા ડઝન થઈ ગયા છે. મીઠા અને લાલ સફરજન 200 રૂપિયા કિલો સુધી બજારમાં મળી રહ્યા છે. તરબૂચ 30થી 40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

Related posts

વર્ષ ૨૦૨૧માં પહેલીવાર જનગણના માટે મોબાઇલ એપનો ઉપયોગ કરાશે

aapnugujarat

લાલુની પુત્રી મિશાના સીએની ધરપકડ

aapnugujarat

દેશનાં કેટલાંક રાજ્યોમાં ત્રાસવાદી હુમલાનો ભય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1