Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ બીજી ટર્મ મેળવશે ? ચૂંટણીમાં ચહેરા અંગે પણ ચર્ચા,પ્રદેશ પ્રમુખ પાટીલ ચૂંટણી પછી ક્યુ મહત્વનું સ્થાન મેળવશે ?

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરુ કરી છે તેથી ચૂંટણીઓ વહેલી યોજાશે તેવા સંકેતો વચ્ચે પણ પક્ષના અનેક અગ્રણીઓ ડીસેમ્બરમાં જ ચૂંટણી યોજવાનું આયોજન હોવાનો દાવો કરે છે પરંતુ ચૂંટણી હાલ યોજાઈ કે ડીસેમ્બરમાં પરંતુ સૌથી મોટો પ્રશ્ન ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ભાજપ બીજી ટર્મ માટે રિપીટ કરે છે કે પછી 2022માં જે રીતે ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જ ચૂંટણી લડશે તે અંગે જબરી ચર્ચા છે.

ગુજરાતમાં ભાજપે નેતૃત્વ પરિવર્તન અને નો રિપિટ થીયરી બંનેને એક સાથે અમલમાં મુકી અને લોપ્રોફાઈલ ગણાતા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે સુપર એક્ટિવ સી.આર. પાટીલના આગમન પછી તેઓએ તમામ ચાર્જ સંભાળી લીધા હોય તે દ્રશ્ય છે અને ગુજરાત ભાજપ અને સરકારમાં હવે પાટીલના નિર્ણય જ આખરી બનતા હોવાનું માનવામાં આવે છે અને તેઓ શુંં મુખ્યમંત્રી પદના દાવેદાર હશે ? કે પછી તેમને ગુજરાત ચૂંટણી પછી કેન્દ્રમાં કોઇ મોટુ પદ અપાય તે અંગે પણ ચર્ચા છે.

પાટીલ એક સારા સંગઠનકાર પુરવાર થયા છે. સાંસદ તરીકે પણ તેઓ સફળ રહ્યા છે અને તેથી શાસનની દ્રષ્ટિએ તેઓ કુશળ પૂરવાર થાય તેવું માનવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ભાજપ નોન ગુજરાતીને મુખ્યમંત્રી બનાવવાની હિંમત કરશે કે કેમ તે પ્રશ્ન છે. ઉપરાંત નરેશ પટેલ કે જે ભાજપમાં આવશે તેવા સંકેત છે તેઓને પક્ષમાં શું સ્થાન હશે તેના પર પણ સીએમનો ચહેરો નક્કી થશે. આમ, ગુજરાતમાં ભાજપ ઉંડી રમત રમી રહ્યું છે.

Related posts

ઓરસંગ નદીમાં બેફામ રેતી ચોરી

aapnugujarat

શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસનાં મેગા ઓપરેશન

aapnugujarat

रामोल में बुटलेगर रघु सवा के भतीजे की क्रुर हत्या हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1