Aapnu Gujarat
ગુજરાત

સુરત : બુટલેગરોનું પણ ગજબ દિમાગ : ઘરમાં ખાડો ખોદી દારૂ ભરેલી પીપ અને બોટલો સંતાડી

માંગરોળ તાલુકાના આસરમા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે બાતમીને આધારે રૂ. ૪૭,૪૨૦ના ઈગ્લિશ દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં સૌથી મહત્વની વાત એ હતી કે બુટલેગરે ઘરમાં જ ખાડો ખોદીને તેમાં દારુની બોટલો ભરેલી પીપ સંતાડી રાખી હતી. બુટલેગરની આ તરકીબ જોઈને એક તબક્કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ઝાલાને બાતમી મળી હતી કે, માંગરોળના આસરમા ગામે એક પરપાંતીય ઇસમ ઇંગ્લિશ દારૂનો વેપાર કરે છે અને દારૂનો જથ્થો તેણે પોતાના ઘરમાં સંતાડ્યો છે. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી હતી. પહેલા તો આખા ઘર અને આસપાસ તપાસ કરવા છતાં દારુ મળ્યો. ન હતો. પરંતુ બાતમી ચોક્કસ હોવાથી તપાસ ચાલુ રખાઈ હતી. આ દરમિયાન ઘરમાં ખાડો ખોદી જમીનમાં દાટવામાં આવેલી પીપ મળી આવી હતી. જેને બહાર કાઢવામાં આવતા તેમાંથી કુલ ૪૩૪ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી મેહુલ ઉર્ફે ભલો અરવિંદ વસાવાની ધરપકડ કરી હતી. ઉપરાંત એક બાઈક અને દારૂના વેચાણના રોકડા રૂપિયા ૨૪૫૦, એક મોબાઇલ ફોન (કિંમત રૂપિયા ૧૦,૦૦૦) તથા દારુ સહિત મુદ્દામાલ કબજે કરાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો મારા બનેવી ગોમાનભાઈ ઉર્ફે બાબુભાઈ દેવાભાઈ વસાવા (રહે. દીર્ણોદ ગામ, તા. માંગરોળ)નો છે અને તેઓ મને દારૂ વેચાણ કરવા માટે જથ્થો પૂરો પાડે છે.

Related posts

વાડજ વિસ્તારમાં આવેલા આવાસ યોજના મામલે ઉગ્ર વિરોધ સાથે હવે આવેદનપત્ર

aapnugujarat

અમ્યુકો કોર્ટે ૨૦ જ દિનમાં ૨૭૯ ચુકાદા ફટકારી દીધાં

aapnugujarat

રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1