Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

માનવ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતાં વિવેકાનંદ પરિવારના હોદેદારો

માનવ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતાં વિવેકાનંદ પરિવારના હોદેદારો ધોરાજી , તા . 21 ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આવેલ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી દ્વારા દેહદાન , ચક્ષુદાન , જુદા જુદા મેડીકલ કેમ્પો , રક્તદાન , બિનવારસદાર મૃતદેહોને અંતિમ સંસ્કાર એસી કોફીન , વિનામુલ્યે શબવાહીની તેમજ ડેમ કુવામાંથી ડેડ બોડી કાઢવી સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે . ટૂંકા સમયમાં ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન પ્રવૃતિઓને પણ વેગ અપાયો હતો . ધોરાજી વિસ્તારમાં 27 ચક્ષુદાન થયેલ છે જેના ફળસ્વરુપે 54 લોકોના જીવનમાં અજવાળા પથરાયા છે . આવી સેવાકીય પ્રવૃતિઓને ધ્યાને લઇને ધોરાજીના વિવેકાનંદ પરિવાર દ્વારા ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના કાર્યક્રમમાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીને શાલ ઓઢાડી મોમેન્ટો આપીયા હતા

News Detail
માનવ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતાં વિવેકાનંદ પરિવારના હોદેદારો ધોરાજી , ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આવેલ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી દ્વારા દેહદાન , ચક્ષુદાન , જુદા જુદા મેડીકલ કેમ્પો , રક્તદાન , બિનવારસદાર મૃતદેહોને અંતિમ સંસ્કાર એસી કોફીન , વિનામુલ્યે શબવાહીની તેમજ ડેમ કુવામાંથી ડેડ બોડી કાઢવી સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે . ટૂંકા સમયમાં ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન પ્રવૃતિઓને પણ વેગ અપાયો હતો . ધોરાજી વિસ્તારમાં 27 ચક્ષુદાન થયેલ છે જેના ફળસ્વરુપે 54 લોકોના જીવનમાં અજવાળા પથરાયા છે . આવી સેવાકીય પ્રવૃતિઓને ધ્યાને લઇને ધોરાજીના વિવેકાનંદ પરિવાર દ્વારા ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના કાર્યક્રમમાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીને શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરેલ હતા.આ તકે વિવેકાનંદ પરિવારનાં રાજુભાઈ એરડા , શિક્ષણવિદ વિષ્ણુભાઈ ત્રિવેદી , ભાનુભાઈ ઠાકર , પ્રકાશભાઈ કામદાર , રજાકશાબાપુ , કનુભાઈ દવે , રંજનબેન ચોલેરા , મહેશભાઈ ભટ્ટ , વિપુલભાઈ એરડા , સંજયભાઈ ધામેચા , મુકેશભાઈ શીંગાળા તેમજ રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણી સહિતના સેવાભાવીઓએ ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીને સન્માનીત કરી તેઓની સેવાઓને બિરદાવી હતી . આ તકે કિડની દાતા રાજુભાઈ એરડાને પણ ભવ્ય સન્માનીત કરાયા હતા .

Related posts

ભારતમાં ત્રાસવાદી હુમલા કરાવ્યા : સૈયદ સલાઉદ્દીન

aapnugujarat

બ્રિટનની સંસદે વડાપ્રધાન થેરેસા મે ના બ્રેગ્ઝિટ કરારને બીજીવાર ફગાવી દીધો

aapnugujarat

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં લડાઈને કરી સમાપ્ત

editor

Leave a Comment

UA-96247877-1