Aapnu Gujarat
Uncategorized

બાયડના વૈજનાથ મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપુર

અરવલ્લી જિલ્લાના બાયડના વૈજનાથ મહાદેવ અતિ પ્રાચીન સ્વયંભૂ મહાદેવ મંદિરે કોરોનાની મહામારી હળવી થતા મહા શિવરાત્રી પર્વ પર શિવ ભક્તો દ્વારા બમ બમ ભોલેના નાદથી

મંદિર ગુંજી ઉઠ્યું

દેવોના દેવ મહાદેવના પાવનકારી મહાપર્વ મહાશિવરાત્રીની ઉજવણી કોરોનાની મહામારી હળવી થતા અને કરફ્યુ મુક્ત થતાં બે વર્ષ બાદ થતાં બાયડ તાલુકાના શિવાલયોને  સુશોભન અને શણગાર કરી મહા શિવરાત્રિના પર્વની શ્રદ્ધાભેર ધામધૂમથી ઉજવણી કરવા શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.મહાશિવરાત્રિનો તહેવાર એ ભગવાન શિવ અને શક્તિના સંગમનું એક સ્વરૂપ છે હિન્દુ ધર્મ અનુસાર મહાશિવરાત્રી ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચૂતુર્દશી ને મહાશિવરાત્રીના મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે દેવાધિદેવ મહાદેવની આરાધના  અને ઉપાસનાનો તહેવાર મહા શિવરાત્રી પર્વ પર બાયડ તાલુકામાં  આવેલ વૈજનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભકતો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક , રુદ્રાભિષેક  કરી હર હર મહાદેવ ના નાદથી  ગુંજી ઉઠ્યું હતું. મહા શિવરાત્રી પર સાકરિયા ગામના વૈજનાથ મહાદેવ મંદિર થી શિવજીની પાલખી યાત્રા બાયડ ગામના દરેક  શિવભકતોના ઘરે  ભગવાન શિવજીની પાલખીની પધરામણી કરી શિવના દર્શન,પૂજા આરતી કરીને  ગ્રામજનો આર્શીવાદ મેળવી બાયડ ગામે અનોખી રીતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

બાયડના  શિવભક્તોમાં શિવરાત્રિના પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અતિ પ્રાચીન ગણાતું  વૈજનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો પૂજા ,અર્ચના ,દર્શન અને બીલીપત્ર અર્પણ  કરી શિવજીની ભક્તિમાં લીન થયા હતા  અને આ કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી લોકો મુક્ત થાય  તેવી ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.

Related posts

अमरेली जिले के धारी निकट सफारी पार्क के निर्माणकार्य को रोकने हाईकोर्ट में पीआईएल

aapnugujarat

पोरबंदर के समुद्र में से मिले ड्रग्स केस में इन्टरपोल सहित पांच एजेन्सियों की मदद मांगी गई

aapnugujarat

કેમ્પ હનુમાન મંદિર અન્ય જગ્યાએ ખસેડવાની અરજી હાઇકોર્ટે ફગાવી

editor

Leave a Comment

UA-96247877-1