Aapnu Gujarat
Uncategorized

માળીયા હાટીના તાલુકાના ભડુંરી પાસે જેતપુર સોમનાથ હાઇવે પર બની અકસ્માતની ઘટના

અવારનવાર અકસ્માતોની ધટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના જુનાગઢના માળિયા હાટીના તાલુકાના ભડુંરી પાસે જેતપુર સોમનાથ હાઇવે પર અકસ્માતની ઘટના બનવા પામી છે. સોમનાથ રાધનપુર બસે પહેલા બાઇક સવારને ટક્કર મારી ત્યાર બાદ થોડે આગળ જતા રાહદારીને હડફેટે લીધો. બાઇક ઉપર સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ જ્યારે રાહદારીને ગંભીર ટક્કર વાગી હતી ,ટક્કર વાગતા રોડ પર રાહદારીનું લોહી વ્હીયું રાહદારી યુવાન 26 વર્ષનો ભડુંરી ગામનો હોવાનું અનુમાન છે.રાહદારીને વધુ ઈજા પહોચતા માળીયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો

જ્યારે વધુ ગંભીર જણાતા સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યો ST બસ સોમનાથ થી રાધનપુર જઈ રહી હતી ત્યારે રોડ પર જઈ રહેલા યુવાનને ટક્કર મારી હતી ST ડ્રાઇવર માદક પદાર્થ પીધેલો હોવાનું ઘટના સ્થળે ભેગા થયેલા લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે,જ્યારે બીજો અકસ્માત પહેલા અકસ્માત થી 600 મીટર દૂર સામેની સાઈડમા થયો.જેમાં કાર ચાલક જૂનાગઢ થી સોમાનથ જઈ રહેલા ત્યારે ધણખૂટ ઘુસ્યો વચ્ચે અને કારને ઠોકર લાગી,ઠોકર વાગતા કારના ફુરચા ઉડ્યા ડ્રાઇવરને નાની મોટી ઇજા સાથે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો કાર અને ધણખૂટ વચ્ચે ના અકસ્માતમાં ધણખૂટનું મોત નીપજ્યુ..ત્યારે અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ કાર્યવાહી હાથ ધરી

Related posts

સાવરકુંડલા ન.પા.માં ભડકોઃ ભાજપના ૪ કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા

aapnugujarat

कोरोना से बचाव के लिए ‘बबल रैप’ में मिल रही हैं टाटा मोटर्स की गाड़ियां

editor

ભાવનગરથી ગાંધીનગર સુધી ઇન્ટરસીટી ટ્રેનનો આરંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1