Aapnu Gujarat
Uncategorized

દારૂ પીવાની ના પાડતા બે શખ્સોનો વૃદ્ધ પર હુમલો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે અને સાયલા પંથકમાં ચોરી લૂટ અને હત્યા સહિત હુમલાની ઘટનામાં વધારો થવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામે વાડીના સેઢે દારૂ પીવાની ના પાડતા વૃધ્ધને બે શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી. આ ઘટનાની સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ઈજાગ્રસ્ત વૃધ્ધને સુરેન્દ્રનગર શહેરની સીયુશાહ મેડીકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામે દારૂના નશામાં બે શખ્સોએ વાડીના છેઢે દારૂ પીવાની ના પાડતા જીલુભાઈ ભીમાભાઈ મેહરીયા ઉંમર 60 વર્ષના વૃધ્ધ ઉપર બે શખ્સોએ લોંખડના પાઈપ અને ધારીયા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાંખતા ઈજાગ્રસ્ત વૃધ્ધને સુરેન્દ્રનગર શહેરની સીયુશાહ મેડીકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ આ ઘટનાની જીલુભાઈ ભીમાભાઈ મેહરીયાએ અમથુભાઈ મોહનભાઈ ડેડાણીયા અને કરસનભાઈ કાળુભાઈ દેત્રોજા સહિત બે શખ્સો સામે સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related posts

शेत्रुंजी डैम 5 साल बाद हुआ लबालब

editor

અમદાવાદ શહેરમાં શ્રમ કાયદાનો ભંગ કરતા ઔદ્યોગિક એકમો સામે છેલ્લા બે વર્ષમાં ૫,૮૩૧ ફરિયાદો મળી

aapnugujarat

धोनी को लेकर 24 अक्टूबर को चयनकर्ताओं से बात करूंगा : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1