Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મન કી બાત કાર્યક્રમમાં ઇકોફ્રેન્ડલી ગણેશની અપીલ : દેશના નિર્માણમાં યોગદાન આપવાનો સમય છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૪મી વખત મન કી બાત કાર્યક્રમમાં દેશના લોકો સાથે વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં મોદીએ જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. તેમણે કહ્યું હતુ ંકે, ભારત છોડો આંદોલનના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે આ વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસે સંકલ્પ દિવસ તરીકે મનાવવાની જરૂર છે. મોદીએ ભારત છોડોનો નારો આપનાર સ્વતંત્રતા સૈનાની યુસુફ મહેલ અલીને યાદ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, આજે ગંદગી ભારત છોડો, ગરીબી ભારત છોડો, જાતિવાદ ભારત છોડો, સાંપ્રદાયિકવાદ ભારત છોડો જેવા નારાની જરૂર છે. દેશની સાથે પોતાની વાતચીતમાં મોદીએ મહાત્મા ગાંધી, જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયાને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, હવે દેશ માટે જાન દેવાની જરૂર નથી પરંતુ જીવિત રહીને દેશ નિર્માણમાં યોગદાન આપવાની જરૂર છે. મોદીએ ઉમેર્યું હતું કે, ૨૦૧૭થી ૨૦૨૨ સંકલ્પ સિદ્ધિના વર્ષ છે. ૨૦૧૭ને સંકલ્પ વર્ષ તરીકે મનાવવાની અપીલ કરી હતી. પર્યાવરણની રક્ષા કરવા પણ તેઓએ અપીલ કરી હતી. આવનાર ગણેશ મહોત્સવ દરમિયાન ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ બનાવવાની અપીલ કરી હતી. માટીના ભગવાન ગણેશ બનાવીને ગરીબ લોકોની મદદ કરવા મોદીએ અપીલ કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના શાનદાર દેખાવ બદલ તેમની પણ પ્રશંસા કરી હતી. હારી ગયા બાદ પણ દેશવાસીઓ જે રીતે સમર્થનમાં આગળ આવ્યા હતા તેને લઇને આભાર માન્યો હતો. દેશભરમાં અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ૧૦૭૮ નંબરની શરૂઆત કરવામાં આવી છે. મોદીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસે તેમના લાલ કિલ્લા પરથી આપવામાં આવનાર ભાષણને ટુંકાવવાના તેઓ પ્રયાસ કરશે. સ્વતંત્રતા દિવસના ભાષણને લઇને હમેશા ચર્ચા થતી રહી છે.

Related posts

मोदी के कपड़ों पर नहीं होता है कोई सरकारी खर्च

aapnugujarat

કેરળમાં જળતાંડવ : મૃતાંક ૮૨ને પાર

aapnugujarat

ડબલ્યુપીઆઈ ફુગાવો ૧૦ મહિનાની નીચી સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1