Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૯/૧૧ હુમલાના ૨૦ વર્ષ યાદો તાજા થઈ : શ્રદ્ધાંજલિ અપાઈ

અમેરિકન એરલાઈન્સના ટિકિટ ચેકરે એક મુલાકાતમાં વસવસો વ્યક્ત કરતા કહ્યું હતું કે જાે મેં આતંકવાદીઓને બરાબર તપાસ્યા હોત તો હજારો લોકોનો જીવ બચી જાત. વોઘન એલેક્સ નામનો કર્મચારી ૯-૧૧ની ઘટના વખતે ૨૦૦૧માં વૉશિંગ્ટનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં તૈનાત હતો. તેણે સલીમ અને નાવા અલ હાઝમીને વિમાનમાં બેસવા દીધા હતા.૯-૧૧ના હુમલા પછી પણ છેલ્લાં ૨૦ વર્ષમાં અસંખ્ય ફાયર ફાઈટર્સ મોતને ભેટયા છે. હુમલો થયો તે પછી વર્લ્‌ડ ટ્રેડ સેન્ટરમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. એ આગને ઠારવાના પ્રયાસમાં ૩૪૩ જેટલા ફાયર ફાઈટર્સના મોત થયા હતા. હુમલા પછી અન્ય બીમારીમાં પણ ઘણાં લોકો સપડાયા હતા, જેમાં તેમના મોત થયા હતા. રાહત કર્મચારીઓ તો એ પછી પણ અલગ અલગ બીમારીનો ભોગ બન્યા હતા અને એમાં તેમનો જીવ ગયો હતો. ફાયર ફાઈટર્સ કમિશ્નર ડેનિયલ નાઈગ્રોએ કહ્યું હતું કે ૨૦૦૧માં હુમલો થયો ત્યારે જ ૩૪૩ ફાયર કર્મચારીઓ મોતને ભેટયા હતા. તે પછી ફાયર ફાઈટર્સ વિવિધ માનસિક અને શારીરિક બીમારીમાં સપડાયા હતા, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ હતી. છેલ્લાં ૨૦ વર્ષમાં જ ૨૫૦ ફાયર ફાઈટર્સ વિવિધ બીમારીના કારણે મોતને ભેટયા હતા. એમાંથી અસંખ્ય કર્મચારીઓ આ ગોઝારા દિવસને ભૂલી શક્યા ન હતા. તેમણે બચાવ કામગીરી દરમિયાન જે મરણચીસો સાંભળી હતી એણે તેને શાંતિથી ઊંઘવા દીધા ન હતા. તે સિવાય સફાઈ સહિતની વિવિધ કામગીરીમાં સામેલ થયેલા હજારો લોકો ઉપર આ ઘટનાની ગંભીર અસર થઈ હતી. એડિથ કોવાન યુનિવર્સિટીના સ્ટડી પ્રમાણે ૯૧ હજાર કર્મચારીઓ અને વોલેન્ટીયર્સ રાહત કામગીરીમાં જાેડાયા હતા, એમાંથી ૮૦૭૮૫ના સ્વાસ્થ્ય ઉપર તેની અસર થઈ હતી. અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબાનના ઉદય વચ્ચે અમેરિકામાં ૯-૧૧ના હુમલાની ૨૦મી વરસી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકાના વર્તમાન પ્રમુખ જાે બાઈડેન અને પૂર્વ પ્રમુખો – બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન ૯-૧૧ના મોમેરિયલે હાજર રહ્યા હતા. મૌન પાળીને પ્રમુખોએ મૃતકોને શ્રદ્ધાં જલિ પાઠવી હતી. પીડિત પરિવારનો આશ્વાસન આપ્યું હતું. અમેરિકાના જગવિખ્યાત વર્લ્‌ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો તેને ૨૦ વર્ષ થયા હતા. એ આતંકી હુમલાના ૨૦ વર્ષ થયા એ દિવસે ૯-૧૧ નેશનલ મેમોરિયલે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં વર્તમાન પ્રમુખ જાે બાઈડેન, પૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન પરિવાર સાથે હાજર રહ્યા હતા. ત્રણેય પ્રમુખોએ મેમોરિયલે મૌન પાળીને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. વર્લ્‌ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો થયો ત્યાર પછી જ્યોર્જ બુશ, બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જાે બાઈડેન પ્રમુખ બન્યા હતા. એમાંથી એક ડોનાલ્ડ ટ્રમ્પ સિવાયના બધા જ પ્રમુખો હાજર રહ્યા હતા અને તેમણે પીડિત પરિવારનો આશ્વાસન આપ્યું હતું.પ્રમુખ જાે બાઈડેને કહ્યું હતું કે આતંકવાદી હુમલામાં અમેરિકાએ મોટી કિંમત ચૂકવી હતી. પરંતુ અમેરિકાએ તેનો જડબાતોડ જવાબ આપીને આતંકવાદનો ખાતમો કરવામાં પણ ૨૦ વર્ષમાં અસરકારક કામગીરી કરી છે. એકતા એ આપણી અમેરિકનોની સૌથી મોટી શક્તિ છે. આપણે સૌ એક થઈને આતંકવાદ સામે લડયા છીએ અને એ જ રીતે લડતા રહીશું. આતંકવાદનો ભોગ બન્યા તેની ખોટ તો ક્યારેય પુરાઈ નથી, પરંતુ એ માટે જે જવાબદાર હતા તેને અમેરિકાએ પાઠ ભણાવ્યો છે. હજુ પણ આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા હંમેશા અગ્રેસર રહેશે. ૯-૧૧ના હુમલામાં લગભગ ૩૦૦૦ જેટલાં લોકો મૃત્યુ પામ્યા હતા અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. એ પરિવારો આ ગોઝારા દિવસને યાદ કરીને હિબકે ચડયા હતા. મેમોરિયલમાં મૃતકોના પરિવારજનો આવ્યા હતા અને ઠેર-ઠેર હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. આ બંને આતંકવાદીઓએ પછીથી વિમાન હાઈજેક કર્યું હતું અને એ દિવસે હુમલો કર્યો હતો. ટિકિટ ચેકરે વસવસા સાથે કહ્યું હતું કે અલકાયદાના એ આતંકવાદીઓના ચહેરા હું ૨૦ વર્ષમાં ક્યારેક ભૂલી શક્યો નથી. મને દરરોજ એના એ ચહેરા યાદ આવે છે અને તેની કરતૂત પાછળ હું પણ જવાબદાર હોઉં એવી લાગણી થાય છે. એલેક્સે કહ્યું હતું કે એ બંને આતંકવાદીઓ જાણી-જાેઈને મોડા પહોંચ્યા હતા. વધારે ચેકિંગમાંથી અને પૂછપરછમાંથી બચી શકાય તે માટે તે છેલ્લી ઘડીએ વિમાનમાં બેસવાની વિનંતી કરવા આવ્યા હતા. જાે મેં એજન્ટને બોલાવીને વધારે તપાસ કરાવી હોત તો એ આતંકવાદીઓની ફ્લાઈટ મીસ થઈ જાત અને એ મોટો આતંકી હુમલો ટળી જાત.

Related posts

ઈમરાન ખાને નવજ્યોતસિંહ સિદ્ધુને ગણાવ્યા શાંતિદૂત

aapnugujarat

China plans to launch 100 satellites into space by 2025

aapnugujarat

US Defense Secry Mark Esper fired Navy’s top civilian over his case handling of Navy SEAL

aapnugujarat

Leave a Comment

UA-96247877-1