Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુજરાત માટે ૫૦૦ કરોડની સહાયતાની વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રુપાણી, નીતિન પટેલ અને અન્યો સાથે બેઠક યોજી હતી. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વડાપ્રધાને ગુજરાતને ૫૦૦ કરોડની સહાયતાની જાહેરાત કરી હતી. ઉત્તર ગુજરાતના પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને તમામ માહિતી મેળવવામાં આવી હતી. ગુજરાતમાં પુર અને ભારે વરસાદના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જ્યારે ઘાયલ થયેલા લોકોને ૫૦ હજારની સહાયતા આપવાની પણ જાહેરાત કરાઈ હતી. ખેડૂતોને ત્વરિત સહાયતા ઉપલબ્ધ કરાવવાની પણ મોદીએ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં વરસાદ સંબંધિત બનાવમાં હજુ સુધી ૭૫ના મોત થયા હોવાની વિગતો મળી ચુકી છે. અગાઉ મોદીએ અમદાવાદ વિમાની મથકે તરત જ સંબંધિત અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાથે ગુજરાતમાં પુરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ મોદી હેલિકોપ્ટરથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સહિતના પુરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ માટે નિકળ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહ્યા હતા. બીજી બાજુ આજે સવારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રત્યક્ષરીતે મળીને ગુજરાતની અતિવૃષ્ટિ અને પુરની સ્થિતિ અંગે મોદીને માહિતી આપી હતી. ત્યારબાદ જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. મોદીએ સ્થિતિનો ચિતાર મેળવી લેવા પુરગ્રસ્ત વિસ્તાર ઉત્તર ગુજરાતમાં હવાઈ નિરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો. મોદી રૂપાણીની સાથે જ દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા. હવાઈ નિરીક્ષણ બાદ મોદીએ અધિકારીઓ સાથે ફરી એકવાર બેઠક યોજી હતી. તમામ મદદ કરવાની પણ મોદીએ ખાતરી આપી હતી.

Related posts

પરિણામ પહેલા શિવસેનાએ રાહુલ-પ્રિયંકાની કરી પ્રશંસા

aapnugujarat

Bus-Truck collided in Rewa, 15 died

aapnugujarat

ડેરા દ્વારા આત્મઘાતી ટુકડી પણ તૈયાર કરાઇ રહી હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1