Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અજીત દોભાલની યાત્રાને લઇને ચીની મિડિયા સંપૂર્ણ વિભાજિત

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલની ચીન યાત્રા પહેલા ચીનમાં સરકારી મિડિયા બે જુદા જુદા અભિપ્રાય ધરાવે છે. એકબાજુ ચાઇના ડેલી ડોકલામ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી દેવાની આશા વ્યક્ત કરે છે. જ્યારે ગ્લોબલ ટાઇમ્સ અલગ વલણ ધરાવે છે. તે દોભાલને સિક્કિમ વિવાદના મુખ્ય કાવતરાખોર તરીકે ગણે છે. ચાઇના ડજેલીએ પોતાના હેવાલમાં કહ્યુ છે કે સિક્કિમ વિવાદને ઉકેલી દેવાના મામલે હજુ પણ વિલંબ થયો નથી. અખબારે આ વિવાદના ઉકેલ માટે વિરોધથી બચવાની સલાહ આપી છે. બીજી બાજુ ગ્લોબલ ટાઇમ્સે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે દોભાલની યાત્રાથી સરહદી વિવાદનો ઉકેલ આવી શકશે નહીં. અખબારનુ ંકહેવું છે કે, બેજિંગ હજુ સુધી વાત કરવાના મૂડમાં નથી. બેજિંગનું કહેવું છે કે, જ્યાં સુધી સરહદ પરથી ભારતીય સેના પીછેહઠ કરશે નહીં ત્યા સુધી વાતચીત કરવામાં આવશે નહીં. દોભાલ બ્રિક્સના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર્સની બેઠકમાં ભાગ લેવા માટે આ સપ્તાહમાં ચીન જઇ રહ્યા છે. ૨૭-૨૮મી જુલાઈના દિવસે યોજાનારી આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકાના એનએસએ સામેલ થનાર છે. દોભાલે પોતાના ચીની સમકક્ષ યેન જેઇચી સાથે સરહદી વિવાદના મુદ્દા પર વાતચીત કરનાર છે. વિવાદનો ઉકેલ આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. બંને અધિકારી સરહદી વિવાદ પર વાતચીત કરવાને લઇને પોતપોતાના દેશના પ્રતિનિધિઓને લઇને આશાવાદી છે. અત્રે નોંધનીય છે કે, ચીન અને ભારત વચ્ચે ૧૬મી જૂનથી ખેંચતાણની સ્થિતિ બનેલી છે. ચીની સેના ડોકલામ વિસ્તારમાં માર્ગ નિર્માણને લઇને આગળ વધી રહી છે જ્યારે આનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારત આને સરહદ પર યથાસ્થિતિમાં ફેરફાર તરીકે ગણાવે છે. ત્યારબાદથી જ બંને દેશો વચ્ચે ખેંચતાણની સ્થિતિ રહેલી છે. ચાઈના ડેઇલીએ કહ્યું છે કે, હાલમાં પણ આશા રહેલી છે. બંને દેશો વચ્ચે ગતિરોધ ખતમ થઇ શકે છે. આ બાબત બન્ને દેશોના હિતોમાં રહેશે. અખબારે ભારતીય વિદેશ સચિવ એસ જયશંકરના એવા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે બન્ને દેશો પારસ્પરિક મતભેદને વિવાદમાં ફેરવવા દેશે નહીં. દોભાલની યાત્રાથી ભારતની છેલ્લી નીતિમાં ફેરફાર થઇ શકે છે. ચાઈના ડેઇલીએ કહ્યું છે કે, બંને દેશોને મડાગાંઠનો અંત લાવવા માટે પગલા લેવાની જરૂર છે. જો ભારત લશ્કરી સંઘર્ષને રોકવા માટે પગલા લેશે નહીં તો આનાથી બંને દેશોને નુકસાન થશે. સાથે સાથે ક્ષેત્રિય શાંતિ પણ ભંગ થશે. ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર વાર્ષિક બ્રિક્સ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. બંને દેશો વચ્ચે હાલ ખેંચતાણની સ્થિતિ રહેલી છે.

Related posts

મોદીએ વારાણસીમાં ઉમેદવારીપત્ર ભર્યું

aapnugujarat

સેંસેક્સમાં ૧૫૯ પોઇન્ટની રિકવરી

aapnugujarat

ભાજપ સત્તામાં અમર હોવાના ભ્રમમાં ન રહે : શિવસેના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1