Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી

નર્મદા જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેમજ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે તે હેતુસર નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૨૪/૦૭/૨૦૧ થી તા.૧૫/૦૮/૨૦૧ ના ૨૪=૦૦ કલાક સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તદ્અનુસાર ઉક્ત સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શસ્‍ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, છરા, લાકડી કે લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ જવું નહિં. કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્‍ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, પથ્‍થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્‍તુઓ અથવા તેવી વસ્‍તુઓ ફેંકવાના કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહિ, એકઠા કરવા નહિ, અથવા તૈયાર કરવા નહિં. મનુષ્‍યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહિ. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સુત્રો પોકારવા નહિ, અશ્લિલ ગીતો ગાવા નહિ અથવા ટોળામાં ફરવું નહિ. જેનાથી સુરૂચિ નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવભાવ કરવા નહિ અથવા તેવા ચિત્રો, પત્રિકા, પ્‍લેકાર્ડ અથવા બીજા કોઇપણ પદાર્થો અથવા વસ્‍તુઓ તૈયાર કરવી નહિ, બતાવવી નહિ તેનો ફેલાવો કરવો નહિ.

સરકારી નોકરી કે કામ કરતી કોઇ વ્‍યકિતઓને કે જેને તેના ઉપરી અધિકારીએ આવું કોઇ પણ હથિયાર લઇ જવાનું ફરમાવ્‍યું હોય અથવા તેવું કોઇ હથિયાર લઇ જવાની ફરજ હોય, જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી અથવા પોલિસ અધિક્ષકશ્રીએ તેને અધિકૃત કરેલા કોઇપણ પોલીસ અધિકારી કે જેને શારિરિક અશકિતના કારણે લાકડી અથવા લાઠી લઇ જવાની પરવાનગી આપી શકાય તે વ્‍યકિતને તેમજ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી નર્મદા અથવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી નર્મદા આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્‍યકિતઓને આ હુકમ લાગુ પડશે નહિ. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર દંડ અને સજાને પાત્ર ઠરશે.

Related posts

હાઇકોર્ટ સહિત રાજ્યનાં બધાં બાર એસો.ની ચૂંટણી પૂર્ણ

aapnugujarat

सरकारी मंत्रियों के प्रवास की जानकारी जारी रहने गुजरात हाईकोर्ट में पीआईएल

aapnugujarat

નર્મદા જિલ્લા ન્યાયાલયન પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ જે.પી.ગઢવીએ રાજપીપલામાં એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ ક્લીનીકનું ઉદ્‌ઘાટન કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1