Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ – ડિઝલના ભાવમાં વધારો યથાવત્‌

એક દિવસની રાહત બાદ સરકારી તેલ કંપનીઓએ આજે ??ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. સોમવારે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૨૯ પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં આજે ૩૦ પૈસાનો વધારો થયો છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી માંગને કારણે તેના દરોમાં પણ ઉછાળો જાેવા મળી રહ્યો છે. ઇંધણનાં ભાવમાં વધારા બાદ આજે રાજધાનીમાં પેટ્રોલ ૯૬.૪૧ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ ૮૭.૨૮ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
૪ મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો ત્યારથી, ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. હમણાં સુધી, ૨૫ દિવસમાં ધીમે ધીમે વધારો થતા પેટ્રોલ ૬.૦૯ પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. વળી ડીઝલ ૨૫ દિવસમાં લિટર દીઠ ૬.૩૦ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, રાજધાની દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત ૯૬.૪૧ રૂપિયા છે અને ડીઝલની કિંમત ૮૭.૨૮ રૂપિયા છે. એ જ રીતે, મુંબઇમાં પેટ્રોલ રૂ.૧૦૨.૫૮ અને ડીઝલ ૯૪.૭૦ રૂપિયા, કોલકાતામાં રૂ. ૯૬.૩૪ અને ડીઝલ ૯૦.૧૨ રૂપિયા અને ચેન્નાઈમાં પેટ્રોલનો દર ૯૭.૬૯ રૂપિયા અને ડીઝલ ૯૧.૯૨ પર સ્થિર રહ્યુ.
મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવને લઈને કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પણ મોંઘવારીનાં વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા ૮ દિવસથી અહીં એક અલગ પ્રકારનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. આ આંદોલનમાં પેટ્રોલ પમ્પોનું ડમી બનાવીને રોડ રસ્તાઓ પર માત્ર ઉભુ રાખીને નહી પણ રસ્તા પર ચલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જાેઇને તમને પણ નવાઇ લાગશે. તેમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અને પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પાર થતા કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર આંદોલન કોંગ્રેસનાં નેતા વિનોદ તિવારીનાં નેતૃત્વ હેઠળ ચલાવવામાં આવી રહ્યો હતો.
આ સિવાય હૈદરાબાદ, મુંબઇ, જયપુર, ભોપાલ, શ્રી ગંગા નગર અને રેવા જેવા ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. અહીં પેટ્રોલની કિંમત ૩ અંકો પર પહોંચી ગઈ છે. આપને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં રોજનો ફેરફાર સવારે ૬ વાગ્યે થાય છે. નવા દરો સવારે ૬ વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનાં ભાવ કયા છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ બદલાય છે.

Related posts

ISROએ 36 સેટેલાઈટ લઈ જતું LVM3 રોકેટ કર્યું લોન્ચ

aapnugujarat

મેના અંતે કેરળમાં દક્ષિણ પશ્ચિમ મોનસુનની એન્ટ્રી

aapnugujarat

કેરળમાં પુરની સ્થિતિમાં આંશિક સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1