Aapnu Gujarat
રાષ્ટ્રીય

મેના અંતે કેરળમાં દક્ષિણ પશ્ચિમ મોનસુનની એન્ટ્રી

કેરળમાં મે મહિનાના અંત સુધી દક્ષિણ પશ્ચિમ મોનસુન પહોંચી જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આજે માહિતી આપતા કહ્યું હતું કે, દક્ષિણ કેરળમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન બેસી જેવા માટે સ્થિતિ બિલકુલ સાનુકુળ બનેલી છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન કન્યાકુમારી પ્રદેશના કેટલાક ભાગોમાં સમય કરતા પહેલા પહોંચી ચુક્યું છે. આ વર્ષે ખુબ સારા વરસાદની આગાહી કરવામાં આવી ચુકી છે. આઈએમડીના ક્ષેત્રિય ડિરેક્ટર એસ સુદેવને માહિતી આપતા કહ્યું છે કે, છેલ્લા થોડાક દિવસમાં રાજ્યભરમાં ખુબ સારા પ્રિ-મોનસુની વરસાદી ઝાપટા પડી ચુક્યા છે. મોનસુન બેસી જવા માટેનું આદર્શ ચિત્ર દેખાઈ રહ્યું છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમી પવનો લો પ્રેશરના કારણે મજબૂત બની રહ્યા છે જેના લીધે મોનસુનની આગેકૂચ થઇ રહી છે. કોચી એરપોર્ટ અને કોલ્લામ ખાતે પાંચ સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ બંગાળના અખાતમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ ચુકી છે. જેના લીધે દક્ષિણ પશ્ચિમ મોનસુન વધુ ઝડપથી કેરળ તરફ આગેકૂચ કરશે. આગામી ૨૪ કે ૪૮ કલાકમાં બંગાળના વધુ ભાગોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. બીજી બાજુ મોનસુનની પ્રગતિને લઇને પણ નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મોનસુની વરસાદ આ વર્ષે સામાન્ય રહેશે. ૧૦૦નો વરસાદ રહી શકે છે. અગાઉ ૯૬ ટકાના વરસાદની આગાહી કરાઈ હતી. આગાહી બાદથી માર્કેટમાં રોકાણ વધ્યું છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન કેરળમાં ૩૦મીની આસપાસ પહોંચી શકે છે. જૂન-સપ્ટેમ્બરમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન દેશનાકૃષિ તંત્ર માટે ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સિંચાઈ માટે વરસાદ ઉપર કૃષિ ભૂમિ હજુ પણ ભારતમાં મુખ્યરીતે આધારિત રહે છે. મોનસુન ઉપર અન્ય માર્કેટની પણ નજર કેન્દ્રિત થઇ છે.

Related posts

राम मंदिर निर्माण के लिए सुन्नी बोर्ड को पैसो का ओफर

aapnugujarat

દાઉદ ઇબ્રાહીમ અને ઝાકીર નાઇક વચ્ચે ખાસ સંબંધ

aapnugujarat

कोरोना टीकाकरण अभियान : भारत में कुल 3.80 लाख लोगों को लगा टीका

editor

Leave a Comment

UA-96247877-1