Aapnu Gujarat
શિક્ષણ

સીબીએસઇમાં પહેલા ટર્મમાં નહીં લાગુ કરાય ગુજરાતી : ચુડાસમા

ગુજરાતમાં તમામ માધ્યમોમાં ગુજરાતી ભાષા આગામી વર્ષથી ફરજિયાત બનાવવામાં આવી હોવાની જાહેરાત કરાયા બાદ, સીબીએસઇનું આગામી સત્ર શરૂ થઈ ગયો હોય તેને સમય મળી રહે તે હેતુથી સીબીએસઇ સ્કૂલમાં પ્રથમ ટર્મમાં ગુજરાતી લાગુ નહીં કરાય તેવી જાહેરાત આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. ગુજરાતી ભાષાના શિક્ષકોની નિયુક્તિ અને અન્ય સુવિધા ઉભી કરવા માટે સીબીએસઇ સ્કૂલને સમય આપવામાં આવ્યો છે.ગુજરાતી ભાષા નામશેષ થતી બચાવવા તેને અભ્યાસમાં ફરજિયાત બનાવવામાં આવી છે. જો કે આગામી શૈક્ષણિક વર્ષથી જ તેને લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અંતર્ગત શાળાઓ આગામી વર્ષ જૂનથી શરૂ થાય છે. જ્યારે સીબીએસઇ અભ્યાસક્રમ સંચાલિત શાળાઓમાં માર્ચમાં પરીક્ષા પતે કે તરત જ પછીના ધોરણનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવે છે. આથી સીબીએસઇ બોર્ડ સંચાલિત શાળાઓમાં વહીવટકારોને પૂરતો સમય મળે તે હેતુથી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તેમને પ્રથમ સત્રમાં ગુજરાતી ભાષા લાગૂ કરવામાં નહિં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને ગુજરાતી ભાષાના શિક્ષકો ઉપરાંત લાઈબ્રેરી સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા શાળા સંચાલકોને પૂરતો સમય મળી રહે. આ અંગેની જાહેરાત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

Related posts

गुजरात में स्‍कूल फीस को लेकर निजी स्‍कूल संचालक व सरकार में टकराव

editor

શાળાઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ જોડાણથી જોડવા શરૂઆત થઇ

aapnugujarat

એસવીઆઈટી વાસદ ખાતે એનએસએસના સ્વયંસેવકો દ્વારા સંવિધાન દિવસની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1