Aapnu Gujarat
ગુજરાત

મનાલીમાં એપ્રિલ મહિનામાં બરફ પડ્યો

કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં હવામાન પણ કરવટ બદલી રહ્યુ છે. દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ગુરુવારે રાતે પડેલા ભારે વરસાદ અને બરફના કારણે વ્યાપક નુકસાન થયુ છે. મનાલીમાં છેલ્લા ૨૫ વર્ષનો રેકોર્ડ તુટયો છે અને એપ્રિલ મહિનામાં બરફ પડ્યો છે. આવુ છેલ્લે ૧૯૯૬માં થયુ હતુ.કુલ્લુ ખીણમાં પણ બરફવર્ષાના કારણે જન જીવન પર તેની વ્યાપક અસર પડી છે. રોહતાંગને જોડતી અટલ ટનલ રોહતાંગ હાઈવે પર પડેલા ભારે બરફના કારણે હાલમાં બંધ કરાઈ છે.રોહતાંગમાં ૧૪૦, બારાલાચામાં ૧૬૦, કુંજુમ દર્રામાં ૧૦૦ સેન્ટીમેટર બરફ પડ્યો છે અને તેના કારણે આ વિસ્તારમા હાઈવે મેન્ટેઈન કરવાનુ કામ કરનાર સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ચિંતા વધી ગઈ છે. લાહોલ અને કુલ્લુ વેલીમાં ૧૦૦ થી વધારે રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બીજી તરફ સફરજનની ખેતીને બદલાયેલા હવામાનના કારણે ભારે નુકસાન થાય તેવી વકી છે. ઉંચાઈ વાળા વિસ્તારોમાં તો સફરજનની ખેતીને ૫૦ થી ૮૦ ટકા નુકસાન થશે.રાજધાની સિમલામાં એક જુની બહુમાળી ઈમારત ધરાશયી થઈ છે. જોકે અહીં રહેનારા લોકોને પહેલા જ સલામત સ્થળે ખસેડી લેવાયા હોવાથી જાન માલનુ નુકસાન થયુ નથી.

Related posts

વિજાપુર માર્કેટયાર્ડના વેપારીઓએ ખેડૂત બિલનો નોંધાવ્યો વિરોધ

editor

૧૮ મહિનામાં ૮ કરોડ LPG જોડાણનું લક્ષ્યાંક પૂર્ણ કરાશે

aapnugujarat

ઈડર પોલીસે વાહન ચોર ગેંગ ઝડપી

editor

Leave a Comment

UA-96247877-1