Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ નાંદોદી ભાગોળ પોલીસ ચોકી સામે ટ્રક પલટી ગઈ

ડભોઇ તિલકવાડા રોડ ઉપર નાંદોદી ભાગોળ પોલીસ ચોકીની સામે ઓવરલોડિંગ કપાસ ભરેલી ટ્રક વહેલી સવારે ડભોઇ નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે ટાયર ફાટતા ડ્રાઇવરની ગફલતને કારણે રોંગ સાઈડ પરથી પસાર થતા ડિવાઈડર અને લાઇટના થાંભલામાં ટ્રક અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ઓવરલોડ કપાસ ભરેલ હોવાના કારણે ટ્રકની બોડી ગાડીમાંથી છૂટી થઈ જવા પામેલ હતી. સદ્દનસીબે તે સમયે કોઈ વાહન કે રાહદારી પસાર ના થતો હોઈ મોટી જાનહાની થવા પામી ન હતી. ટ્રકનો ચાલક અકસ્માત સર્જી નાસી છુટેલ જાણવા મળ્યું છે પરંતુ સવાલ એ છે કે આ રોડ ઉપર બે દિવસ અગાઉ જ ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજાવ્યું હતું. તંત્રએ પૂરઝડપે આવતી અને ઓવરલોડિંગ ગાડીઓનું નિયંત્રણ કરવું જોઈએ. આ રોડ ઉપર અવાર નવાર રોજ અકસ્માતના બનાવો વધતા વાહન ચાલકો અને નગરના સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ વર્તાયો છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

કન્યા કેળવણી થકી કન્યાઓને કુમાર સમાન શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે : સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

aapnugujarat

आठ लाख अधिकारी, कर्मी तथा पेन्शनरों को १ प्रतिशत भत्था मिलेगा

aapnugujarat

વિરમગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ગુરુભગવંતોના ચાતુર્માસ પ્રસંગે રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1