Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ક્રૂઝ મિસાઇલ જિરકોનનું રશિયાએ સફળ પરીક્ષણ કર્યું

ભારત પાસે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ છે.જે દુનિયાની સૌથી ખતરનાક ક્રુઝ મિસાઈલ્સ પૈકીની એક ગણાય છે.જોકે હવે રશિયાએ મધ્ય એશિયામાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે દુનિયાની સૌથી ઘાતક ક્રુઝ મિસાઈલ જિરકોનનુ સફળ પરિક્ષણ કર્યુ છે.
આ ક્રુઝ મિસાઈલ અવાજ કરતા આઠ ગણી ઝડપ હાંસલ કરી શકે છે.મિસાઈલે પરિક્ષણ દરમિયાન ૪૫૦ કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યાંકને માત્ર ૪.૫ મિનિટમાં જ ફૂંકી માર્યુ હતુ.દુનિયામાં આટલી ઝડપ ધરાવતી બીજી કોઈ ક્રુઝ મિસાઈલ હજી બની નથી.રશિયાએ હવે આ મિસાઈલને સેનામાં સામેલ કરવા માટે કાર્યવાહી પણ શરુ કરી દીધી છે.ભારતની બ્રહ્મોસ મિસાઈલ પણ જિરકોન પર જ આધારીત છે.
જિરકોનની ઝડપ એટલી છે કે દુનિયાની કોઈ રડાર સિસ્ટમ તેને ટ્રેક કરીને ટાર્ગેટ કરી શકે તેમ નથી.આ માટે માત્ર રશિયાની પોતાની એસ-૫૦૦ એર ડિફેન્સ સિસ્ટમ જ સક્ષમ છે.

Related posts

८६९ दिन में ट्रंप १०७९६ भ्रामक दावे कर चुके हैं

aapnugujarat

अमेरिकी जज ने आतंकवादी मामले में पाकिस्तानी को किया दोषमुक्त

aapnugujarat

कोरिया पर यूएस कर रहा मिसाइलों को गिराने की तैयारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1